________________
LI આ બધા દેવ મહર્દિક યાવત પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. આવી રીતે સૂરવરભાસોદ સમુદ્ર પર્યંત દીપ-સમુદ્રોનું વર્ણન જાણવું જોઈએ.
| દેવ દ્વીપ -સમુદ્ર અધ્યયન : સૂત્ર ૯૪૯ થી ૫૧ પૃ. ૪૬૮ દેવદ્વીપ આ દીપ વૃત્ત-ગોળ સંસ્થાન યુક્ત છે. તે સૂરવરભાસદ સમુદ્રને વીંટળાઈને રહેલ છે. એની ચક્રવાલ વલયાકાર પહોળાઈ તથા પરિધિ અસંખ્ય હજાર યોજન છે. દેવભદ્ર તથા દેવમહાભદ્ર નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો વસે છે.
દેવોઇ સમુદ્ર : અહીં મહર્ધિક યાવતું પલ્યોપમની આયુ:સ્થિતિવાળા દેવવર તથા દેવમહાવર નામના બે દેવો વસે છે.
| સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર અધ્યયન : સૂત્ર ·ર-લ્પ૩ પૃ. ૪૬૮-૪૯ |
સ્વયંભૂરમણ દ્વીપ : અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા સ્વયંભૂરમણભદ્ર તથા સ્વયંભૂરમણમહાભદ્ર નામના બે દેવો વસે છે.
સ્વયંભૂરમણ સમુદ્ર : તિર્યશ્લોકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને અંતે આ અંતિમ સમુદ્ર છે. તે વૃત્ત વલયાકાર સંસ્થાનયુક્ત છે. સ્વયંભૂરમણ દ્વીપની ચારેબાજુ વીંટળાયેલો છે. એનાં વિખંભ તથા પરિધિ અસંખ્યલાખ યોજન છે. તેનું પાણી સ્વાભાવિક શુદ્ધ પાણી જેવું છે. અહીં મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા સ્વયંભૂરમણવર તથા સ્વયંભૂરમણ મહાવર નામના બે દેવો વસે છે.
હીપ-સમુદ્ર ઉપસંહાર અધ્યયન : સૂત્ર ૯૫૪ થી ૯૬૩ પૃ. ૪૬૯–૪૭૪ |
દીપોનાં નામ સાથે ભદ્ર' શબ્દ તથા સમુદ્રના નામ સાથે 'વર' શબ્દ લગાડવાથી ક્રમશઃ દ્વીપનાં દેવો અને સમુદ્રનાં દેવોના નામ બને છે.
લવણ સમુદ્ર, કાલોદ સમુદ્ર તથા સ્વયંભૂરમણ સમુદ્ર આ ત્રણ સમુદ્રોમાં માછલાં-કાચબા વગેરે જલચર જીવોનો પ્રમાણ વધારે છે. બાકીના સમુદ્રો ઓછા માછલા કાચબાવાળા છે. આ તિર્યગુલોકમાં જંબૂદીપ નામના દીપો, લવણસમુદ્ર નામના સમુદ્રો અસંખ્યાતા છે. એ જ રીતે ધાતકીખંડ યાવત્ સૂર્યદ્વીપ નામના દીપો પણ અસંખ્યાતા છે. પરંતુ દેવદ્વીપ, દેવીદસમુદ્ર, નાગદ્વીપ, નાગોદ સમુદ્ર, યક્ષદ્વીપ, યક્ષોદ સમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતદસમુદ્ર તથા સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર એક-એક જ છે.
પ્રત્યેક રસવાળા લવણસમુદ્ર, વણોદ સમુદ્ર, ક્ષીરોદ સમુદ્ર, ધૃતોદ સમુદ્ર છે. સ્વાભાવિક રસવાળા કાલોદ સમુદ્ર પુષ્કરોદ સમુદ્ર તથા સ્વયંભૂરમણ સમુદ્ર છે. બાકીના સમુદ્ર પ્રાય: ઈશ્કરસ જેવા સ્વાદવાળા પાણીથી ભરેલા છે.
લોકમાં જેટલા શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે તે-તે નામો ધરાવતાં હીપો અને સમુદ્રો છે. અઢી સાગરોપમ જેટલો ઉદ્ધાર સમય છે. તેટલા આ વીપ સમુદ્ર છે. આ દ્વીપ-સમુદ્ર પૃથ્વી, જલ, જીવ અને પુદ્ગલોનાં પરિણામરૂપ છે.
Fા
છે
કે
:
જો વીજી F44 .
પી
ને
જE
SS
લાલ TES 103 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org