________________
સૂત્ર ૩૬૩
તિર્યફ લોક – વિજયદ્વાર
ગણિતાનુયોગ ૨૦૩
उवागच्छित्ता जाई तत्थ उप्पलाई-जाव-सयसहस्सपत्ताई ताई गेण्हंति, गेण्हित्ता जेणेव हरिवासे रम्मावासे ति, जेणेव हरकत-हरिकंत-णरकंत-णारिकताओसलिलाओ तेणेव उवागच्छंति, उवागच्छित्ता सलिलोदगं गिण्हंति, गेण्हित्ता उभओ तडमट्टियं गेण्हंति,
गेण्हित्ता जेणेव वियडावइ-गंधावइ-वट्ट वेयड्ढ पव्वया तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्वतूवरे य-जावसव्वोसहि सिद्धत्थए गेण्हंति, गेण्हित्ता जेणेव णिसहणीलवंत वासहर पन्चया तेणेव उवागच्छंति, उवागच्छित्ता, सव्वतूवरे य-जाव-सव्वोसहिसिद्धत्थए य गेण्हति ।
ત્યાં આવીને ત્યાં જેટલા ઉત્પલ -ચાવતુ- શતપત્ર, સહસ્ત્રપત્ર કમલ હતા એને લીધા એને લઈને જયાં હરિવર્ષ, રમ્યફવર્ષ હતા તથા જયાં હરકાંતા, હરિકાંતા, નરકાંતા, નારીકાંતા નદીઓ હતી ત્યાં આવ્યા. ત્યાં આવીને નદીઓનાં જલ પાત્રોમાં લીધું, લઈને આ નદીઓના બન્ને કિનારાની માટી લીધી. માટી લીધા પછી જયાં વિકટાપાતી, ગંધાપાતી, વૃત્ત વૈતાઢ્ય પર્વતો હતા ત્યાં આવ્યા ત્યાં આવીને સર્વ ઋતુઓમાં ઉત્પન્ન થનાર પુષ્પો- યાવતુ- સમસ્ત ઔષધિઓ અને સરસવ લીધા તે પછી જયાં નિષધ, નીલવંત નામના વર્ષધર પર્વતો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ સર્વ ઋતુઓના ઉત્તમ પુષ્પો-યાવતુસમસ્ત ઔષધીઓ અને સર્ષપો લીધા. સર્ષપો લીધા પછી તેઓ જયાં તિગિચ્છદ્રહ અને કેશરીદ્રહ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને તે હૃદોમાં જેટલા ઉત્પલ થાવત્ શતપત્ર, સહસ્ત્રપત્ર કમલ હતા એને લીધા. એને લઈને જયાં પૂર્વવિદેહ અને અપરવિદેહ ક્ષેત્રો હતા. જયાં સીતા અને સીતાદા મહાનદીઓ હતી.
गेण्हित्ता जेणेव तिगिच्छद्दह-केसरिद्दहा तेणेव उवागच्छंति, उवागच्छिता जाई तत्थ उप्पलाई-जावसयसहस्सपत्ताइं ताई गेण्हंति, गेण्हित्ता जेणेव पुव्वविदेहावरविदेह वासाइं, जेणेव सीया-सीओयाओ महाणईओ। जेणेव सव्व चक्कवट्टि विजया, जेणेव सव्वमागह वरदाम-भासाई तित्थाई तहेव ।
जेणेव सव्वक्खारपव्वया सव्व तुवरे य, जेणेव सव्वंतरणईओ सलिलोदगं गेण्हंति, गेण्हित्ता तं चेव ।
जेणेव मंदरे पव्वए, जेणेव भद्दसालवणेतेणेव उवागच्छंति सव्व तुवरे य-जाव-सव्वोसहिसिद्धत्थए य गिण्हंति, गेण्हित्ता जेणेव णंदणवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सव्व तुवरे य-जाव-सव्वोसहिसिद्धत्थए य सरसं च गोसीसचंदणं गिण्हति, गिण्हित्ता जेणेव सोमणसवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्व तुवरे य-जाव-सव्वोसहिसिद्धत्थ य सरसं च गोसीस चंदणं दिव्वं च सुमणदामं गेण्हंति, गेण्हित्ता जेणेव पंडगवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सव्व तूवरे य-जाव-सव्वोसहिसिद्धत्थे य सरसं च गोसीसचंदणं दिव्वं च सुमणदामं दद्दरय-मलय सुगंधिए य गंधे Tëત્તિા
જયાં આગળ સર્વ ચક્રવતઓના વિજય હતા. અને જયાં આગળ સર્વ માગધ, વરદામ અને પ્રભાસ નામના તીર્થ હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને પૂર્વ પ્રમાણે જલ-મિટ્ટી વગેરે લીધા. ત્યાંથી જયાં વક્ષસ્કાર પર્વત હતા ત્યાં આવ્યા અને ત્યાં આવીને સર્વ ઋતુઓના પુપાદિ લીધા, પછી જયાં સર્વ અન્તર્વતી નદીઓ હતી ત્યાં આવ્યા. ત્યાંથી પણ પૂર્વની માફક જલ, બન્ને કિનારાની માટી વગેરે લીધા. તે પછી જયાં આગળ મંદર પર્વત હતો અને તેમાં પણ જયાં ભદ્રશાલ નામનું વન હતું ત્યાં આવ્યા અને ત્યાંથી પણ સર્વઋતુઓના પુષ્પો-ફલો-ચાવતુસર્વોષધિઓ તથા સિદ્ધાર્થકોને લીધા ત્યારબાદ જયાં નંદનવન હતું ત્યાં આવ્યા અને ત્યાં આવી તે સર્વ
તુઓના પુષ્પો ફળોને-વાવ-સર્વ ઔષધિઓ તથા સિદ્ધાર્થકોને લીધા તથા સરસ ગોશીષ ચંદનલીધું અને ચંદનને લઈ જ્યાં સૌમનસવન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને સર્વ ઋતુઓના પુષ્પો-ફલો -યાવતુ- સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકો તથા સરસ ગોશીર્ષ ચંદન તેમજ દિવ્ય સુમન માલાઓને ગ્રહણ કરીને જયાં પંડકવન હતું ત્યાં ગયા. ત્યાં જઈને સર્વ ઋતુઓના પુષ્પો ફલોને યાવતુ-સર્વ ઔષધિઓ અને સિદ્ધાર્થકોને સરસ ગૌશીર્ષ ચંદન તેમજ દિવ્ય સુમન માળાઓ તથા મલય ચંદનના ગંધથી મિશ્રિત અત્યંત સુગંધિત ગંધદ્રવ્યો લીધા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org