________________
આ દ્વીપના દ્રવ્ય વર્ણ યાવત્ સ્પર્શ રહિત અને સહિત છે તથા પરસ્પર સંબદ્ધ છે. લવણ સમુદ્રનો પ્રદેશ જંબુદ્વીપની જેમ ધાતકીખંડને સ્પર્શ કરે છે તથા ધાતકીખંડનો પ્રદેશ કાલોદ સમુદ્રને અને કાલોદ સમુદ્રનો પ્રદેશ ધાતકીખંડ દીપને સ્પર્શે છે. બન્નેમાં રહેનારા જીવોમાંથી પરસ્પર એકબીજામાં કોઈ ઉત્પન્ન થાય છે અને કોઈ ઉત્પન્ન નથી થતા. એજ રીતે લવણ સમુદ્રનાં જીવ ધાતકીખંડમાં કોઈ ઉત્પન્ન થાય છે. અથવા કોઈ નથી થતા. આ દ્વીપમાં વિજય-વૈજયંત-જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. આ દ્વાર ધાતકી ખંડનાં પૂર્વાતમાં કાલોદ સમુદ્રનાં પૂર્વાર્ધનાં પશ્ચિમમાં અને સીતા મહાનદી (વગેરે)ની ઉપર છે. એક વારથી બીજા દ્વારનું અંતર ૧૦,૨૭,૭૩૫ યોજન અને ત્રણ કોશ છે. અને જંબુદ્વીપની પૂર્વી વેદિકાનાં અંતથી ધાતકીખંડનો પશ્ચિમોતનું અંતર સાત લાખ યોજન છે.
સુદર્શન અને પ્રિયદર્શન નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા બે દેવો ધાતકી અને મહાધાતકી વૃક્ષ ઉપર રહે છે. તે વૃક્ષો સદા કુસુમિત અને સુશોભિત છે. આ કારણે આ દ્વીપનું નામ ધાતકી ખંડ પડ્યું છે. ધાતકીખંડ એ નામ શાશ્વત યાવતુ નિત્ય છે. તે મહર્ધિક યાવતું મહાસુખી દેવ ધાતકી ખંડ દ્વીપની ખાસ પરિક્રમા કરવામાં સમર્થ છે.
| કાલોદ સમુદ્ર અધ્યયન : સૂત્ર ૮૧૪ થી ૮૨૧ પૃ. ૪૨૦-૪૨૩
ગોળ વલયાકાર સંસ્થાન યુક્ત કાલોદ સમુદ્ર ધાતકીખંડને ચારેબાજુથી ઘેરીને સમચક્રાકારે રહ્યો છે. તેની આઠ લાખ યોજનની ચક્રાકાર પહોળાઈ છે. અને કંઈક અધિક પ૧,૧૭, ૦૫ યોજનની પરિધિ છે. તે એક પાવરવેદિકા તથા વનખંડથી વીંટળાયેલ છે. વિજય- વૈજયંત- જયંત અને અપરાજિત નામના ચાર દ્વાર છે. તે આઠ યોજન ઊંચા છે. પૂર્વ આદિ દિશામાં રહેલ છે. તે દ્વારોનું પરસ્પર અંતર ૨૨,૯૨,૬૪૨ યોજન અને ત્રણ કોશ છે. પુષ્કરવર દ્વીપાર્ધ સાથે એનાં પ્રદેશ સ્પર્શાવેલ છે તથા કાલોદ સમુદ્રમાં પુષ્કરવર દ્વીપાર્ધનાં જીવ મરીને (અહીં) ઉત્પન્ન થાય છે.
આ સમુદ્રનું પાણી કાળા અડદ જેવું છે. તેથી કાલોદ' સમુદ્ર કહેવાય છે. અહીં કાલ અને મહાકાલ નામના મહદ્ધિક યાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા બે દેવો રહે છે. આ સમુદ્ર શાશ્વત યાવત્ નિત્ય છે.
પુષ્કરવાર દ્વીપ અધ્યયન : સૂત્ર ૮૨૨ થી ૮૪૯ પૃ. ૪૨૩-૪૩૧ | ગોળ વલયાકાર સંસ્થાનયુક્ત પુષ્કરવર દ્વીપ કાલોદ સમુદ્રને ચારેબાજુથી વીંટળાઈને સમચક્રાકાર સંસ્થાને રહેલ છે. તેની ચક્રાકાર પહોળાઈ ૧૬ લાખ યોજન છે અને તેની પરિધિ ૧,૯૨,૮૯,૮૯૪ યોજન છે. તે એક પધવરાવેદિકા અને વનખંડથી વીંટળાયેલ છે. પૂર્વ વિગેરે) દિશામાં ક્રમશઃ વિજય, વૈજયંત,જયંત અને અપરાજિત આ ચાર વાર છે. તે એક હારથી બીજા દ્વારનું અંતર ૪૮,૨૨, ૪૬૯ યોજન છે. કાલોદ સમુદ્રને તેના પ્રદેશ સ્પર્શે છે. તથા એ દ્વીપમાં કાલોદ સમુદ્રનાં જીવો મરી-મરીને ઉત્પન્ન થાય છે.
તેમાં અનેક પદ્મવૃક્ષો અને પદ્મવનખંડો છે. તે હમેશા પુપિત હોય છે. તેની ઉપર મહદ્ધિક યાવત પલ્યોપમની સ્થિતિવાળા પદ્મ અને પુંડરીક નામના બે દેવો રહે છે. આથી એનું નામ પુષ્કરવર દ્વીપ પડ્યું છે. આ દ્વીપ શાશ્વત યાવત્ નિત્ય છે.
માનુષોત્તર, કંડલવર તથા રુચકવર આ ત્રણ માંડલિક પર્વતો છે
96
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org