________________
મકર :
જી
વૈતાય પર્વતો, પદ્મ આદિ દ્રો, મેરૂ પર્વત જંબૂ સુદર્શન આદિ પર મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા | દેવ-દેવી રહે છે. તેમના પ્રભાવ તથા લોક સ્થિતિ, લોક સ્વભાવના કારણે લવણ સમુદ્ર જંબુદ્વીપને જલમગ્ન આદિ કરતા નથી.
આ સમુદ્રમાં દ્રવ્ય વર્ણ યાવતુ સ્પર્શ સહિત તેમજ રહિત છે તથા પરસ્પર સંબંધ છે.
જંબુદ્વીપના પ્રદેશ લવણ સમુદ્રથી સ્પષ્ટ છે અને તે પ્રદેશ જંબુદ્વીપનાં છે. લવણ સમુદ્રનાં નથી. આ પ્રકારે લવણ સમુદ્રનાં પ્રદેશ જંબૂદ્વીપથી સ્પષ્ટ છે અને તે પ્રદેશ લવણ સમુદ્રમાં છે. જેબૂદ્વીપનાં જીવ લવણ સમુદ્રમાં ઉત્પન્ન પણ થાય છે અને નથી પણ થતા. આ પ્રકારે લવણ સમુદ્રનાં જીવ જંબુદ્વીપમાં ઉત્પન્ન પણ થાય છે અને ઉત્પન્ન નથી પણ થતા.
લવણ સમુદ્રનાં ચાર વાર છે – વિજય, વૈજયંત, જયંત અને અપરાજીત, વિજય દ્વાર લવણ સમુદ્રનાં પૂર્વાન્તમાં ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધનાં પશ્ચિમમાં તેમજ શીતોદા મહાનદીના ઉપર છે. તે આઠ યોજન ઊંચા તેમજ ચાર યોજન પહોળા છે. બધું વર્ણન એનું તેમજ વૈજયંત આદિ દ્વારોનાં જંબૂદ્વીપને સમાન છે એના અધિપતિ દેવોની રાજધાનીઓ અન્ય લવણ સમુદ્રમાં છે. અહિંયા મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા વિજય, વૈજયંત, જયંત તેમજ અપરાજિત નામનાં ચાર દેવ છે. એક દ્વારથી બીજા દ્વારનાં અન્તર ત્રણ લાખ પંચાણું હજાર બસો એંસી યોજન અને એક કોશનો છે.
લવણ સમુદ્રનું જલ મલિન, કચરાવાળુ, મીઠાના સમાન, પોદરાની (ગોબર) સમાન, ખારું તેમજ કડવું છે. અનેક દ્વિપદ, ચતુષ્પદ આદિને પીવા યોગ્ય નથી. પરંતુ તે સમુદ્રવર્તી જીવોને પીવા યોગ્ય છે. સુસ્થિત નામના દેવ તેના આધિપતિ છે તે મહર્ધિક યાવત્ પલ્યોપમની સ્થિતિવાળા છે તથા સુસ્થિતા નામની રાજધાનીમાં અનેક વાણવ્યંતર દેવ-દેવિયોની સાથે વિચરણ કરે છે. આ સમુદ્ર શાશ્વત યાવતુ નિત્ય છે.
લવણ સમુદ્રના પૂર્વ ચરમાંતથી પશ્ચિમી ચરમાંતના અવ્યવહિત અન્તર પાંચ લાખ યોજનના છે. લવણ સમુદ્રનું ગોતીર્થ ક્ષેત્ર બન્ને બાજુથી પંચાણું હજાર યોજન જેટલું વિશાલ છે. તેમજ ગોતીર્થ વિરહિત ક્ષેત્ર દસ હજાર યોજનનું છે.
મેરૂ પર્વતનાં પશ્ચિમી લવણ સમુદ્રમાં બાર હજાર યોજન જવાથી સુસ્થિત દેવનાં ગૌતમ દ્વીપ નામનાં દ્વીપ છે. તે બાર હજાર યોજન લાંબા-પહોળા અને સાડત્રીસ હજાર નવસો અડતાળીસ યોજનથી કંઈક ઓછાની પરિધિવાળા છે. તે જંબૂદ્વીપની બાજુથી સાડા ઈઠયાસી યોજન તેમજ પંચાણું ભાગોમાંથી ચાલીસ ભાગ જેટલા જલથી ઊંચા છે તથા લવણ સમુદ્રની બાજુથી બે કોશ ઊંચા છે. તે એક પવરવેદિકા તેમજ વનખંડથી ઘેરાયેલ છે. અંદરનો ભૂભાગ મૃદંગ વાદ્ય પર મઢેલ ચર્મના સમાન સપાટ છે ત્યાં અનેક દેવ બેસે છે તેના મધ્યભાગમાં સાડા બાસઠ યોજન ઊંચા, સવા એકત્રીસ યોજન પહોળા, અનેક થાંભલા પર ટકેલો અતિક્રીડાવાસ નામનું ભોમેય વિહાર છે. તેના અન્દરનાં ભાગ રમણીય છે. મણિયોના પ્રકાશયુક્ત છે. ત્યાં બે યોજન લાંબી-પહોળી એક યોજન મોટી મણીપીઠિકા છે. તેના પર દેવ શૈય્યા છે. એનું ગૌતમ દ્વીપનામનું કારણ એ છે કે- અહિંયા જગ્યા-જગ્યા પર ગૌતમ (ગોમેદ રત્ન) જેવી પ્રભાવાળા અનેક ઉત્પલ છે. મંદિર પર્વતનાં પૂર્વી ચરમાંતથી ગૌતમ દીપનાં પૂર્વી ચરમાંતનાં અવ્યવહિત અંતર સડસઠ હજાર યોજનનાં તેમજ પશ્ચિમી ચરમાંતનાં ઓગણસિત્તેર હજાર યોજનનાં છે. લવણ સમુદ્ર ઉસ્કૃિતોદક અને પ્રસ્તટોદક નથી, પરંતુ જલવાળો છે. અક્ષુબ્ધ જલવાળો નથી. બાહરન
'
કોઈક વાર
S
વારકા : ફ
રાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org