________________
rrrror
.
કરી
છે
જો
On
આ
કલેશોના અડધો ત્રિભાગ, મધ્યભાગ, ઉપરિમત્રિભાગ એ ત્રણે ભાગ છે. પ્રત્યેક તેત્રીસ હજા૨ ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનનાં ત્રણ ભાગ જેટલા મોટા છે. તેમના અડધા ભાગમાં વાયુકાય, મધ્યભાગમાં વાયુકાયા અને અપકાય તેમજ ઉપરિમભાગમાં ફક્ત અકાય છે, ઉક્ત મહાપાતાલ ક્લશોને સિવાય જ્યાં-ત્યા લઘુકલશ છે તે એક હજાર યોજન ઊંડો છે. એમનો
યોજન, મધ્યભાગ એક હજાર યોજન તેમજ ઉપરનાં એક સો યોજન પહોળા છે. દીવાલ દસ યોજન મોટી છે. એ દ્રવ્યની અપેક્ષા શાશ્વત તથા વર્ણ આદિ પર્યાયોની અપેક્ષા અશાશ્વત છે. એ પ્રત્યેક ક્ષુદ્રપાતાલ કલશ અર્ધપલ્યોપમની સ્થિતિવાળી દેવિયોથી પરિહિત છે. તેનાથી પણ અનેક જીવ નીકળે છે યાવત ચય-ઉપચયને પ્રાપ્ત થાય છે.
આ અધો, મધ્ય તેમજ ઉપરી ત્રણ વિભાગ છે. દરેક ત્રણ સો તેત્રીસ યોજન અને એક યોજનના ત્રણ ભાગ જેટલા મોટા છે. અધોભાગમાં વાયુકાય, મધ્યભાગમાં વાયુકાય અને અપકાય તેમજ ઉપરિમભાગમાં ફક્ત અપકાય છે.
એ મહાપાતાલ કલશ અને લઘુપાતાલ કલશ કુલ મળીને સાત હજાર આઠસો ચોરાસી છે. એના નીચેના ભાગમાં અને મધ્યનાં ભાગમાં ઉદાર વાયુકાયનાં જીવ ઉત્પન્ન આદિ થાય છે, ત્યારે પાણી ઉપરની બાજુ ઉભરાય છે. અને જ્યારે ઉત્પન્ન આદિ ન થાય ત્યારે પાણી ઉભરાતું નથી. વાયુકાયની ઉદીરણા હોવાથી પાણી ઉભરાય છે. અને ઉદીરણા ન હોવાથી ઉભરાતું નથી. આ પ્રકારે અષ્ટમી, ચતુર્દશી, અમાસ અને પૂનમને દિવસે પાણી બહુ જ વધે અને ઘટે છે. ત્રીસ મુહૂર્ત એટલે કે એક દિવસ-રાત)માં લવણ સમુદ્રનું પાણી વધારેથી વધારે બે વાર વધે અને ઘટે છે. પાતાલ ક્લશોથી વાયુના વેગથી પાણીને બહાર આવવાથી પાણી વધે છે તેમજ વાયુ પુરાઈ જવાથી પાણી ઘટે છે.
દસ હજાર યોજન પહોળી લવણ શીખા છે. આ કંઈક ઓછા અડધા યોજન જેટલી વધે અને ઘટે છે. લવણ સમુદ્રની ત્રણ વેલાઓ છે. આત્યંતર બાહ્ય, અને અગ્રોદક, આત્યંતર વેલાને બેંતાળીસ હજાર નાગ, બાહ્ય વેલાને બોંતેર હજાર નાગ અને અગ્રોદક વેલાને સાંઈઠ હજાર નાગ ધારણ કરે છે એ કુલ એક લાખ ચુમોતેર હજાર છે. એમાં ચાર અધિપતિ છે. ગોસ્તૂપ, શિવક, શંખ, મન:શિલાક અને ગોસ્તૂપ, ઉદકભાસ, શંખ, દકસીમ નામનો આવાસ પર્વત છે.
ગોસ્તૂપ - નાગરાજનાં ગોતૂપ આવાસ પર્વત, મેરૂ પર્વતને પૂર્વમાં લવણ સમુદ્રમાં બેતાળીસ હજાર યોજન આવવાથી છે. તે સત્તરસો એકવીસ યોજન ઊંચો છે. ચારસો ત્રીસ યોજન અને એક કોશ ભૂમિમાં ઊંડો છે. મૂળમાં એક હજાર બાવીસ યોજન, મધ્યમાં સાતસો ત્રેવીસ યોજન અને ઉપર ચારસો ચોવીસ યોજન લાંબાપહોળો છે. પરિધિ મૂળમાં કંઈક ઓછા ત્રણ હજાર બસો બત્રીસ યોજન, મધ્યમાં કંઈક વધારે બે હજાર બસો છિયાસી યોજન, તેમજ ઉપર કંઈક ઓછા એક હજાર ત્રણસો એકતાલીસ યોજન છે. મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો છે. ગાયનાં પુછડાનાં આકાર જેવો છે, કનકમય છે. એક પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. આ પર્વતનાં ઉપર રમણીય ભૂભાગ છે જેના પર અનેક નાગકુમાર બેસે છે. સુએ છે. વચમાં એક પ્રાસાદાવતંસક છે જે સાડા બાસઠ યોજન ઊંચો તેમજ સવા એકત્રીસ યોજન લાંબો-પહોળો છે. ત્યાં પરિવાર સિંહાસન છે. અનેક નાની-નાની વાવો છે. ગોસ્તુપ વર્ણના કમલ છે તેમજ ત્યાં ગોસૂપ દેવ નિવાસ કરે છે
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org