________________
ગોકર્ણ દ્વીપ - આ દ્વીપ વૈષાણિક દ્વીપની દક્ષિણી પશ્ચિમાંત લવણસમુદ્રમાં ૫૦૦ યોજન જતાં આવે છે. શુષ્કલિકર્ણ દ્વીપ - આ દ્વીપ નાંગોલિક દ્વીપની ઉત્તર-પશ્ચિમાંત લવણસમુદ્રમાં ૫૦૦ યોજન જતાં આવે છે. બન્ને દ્વીપોનું વર્ણન હયકર્ણ દ્વીપની સમાન છે.
(લવણ સમુદ્રમાં) ૫૦૦ યોજનની અવગાહના પછી આદર્શમુખ વગેરે ચાર દ્વીપો, 500 યોજન બાદ અશ્વમુખ વગેરે ચાર દ્વીપો, ૭૦૦ યોજન બાદ અશ્વકર્ણ વગેરે ચાર દ્વીપો, ૮૦૦ યોજન બાદ ઉલ્કામુખ વગેરે ચાર દ્વીપો અને ૯૦૦ યોજન બાદ ધનદંત વગેરે ચાર દ્વીપો છે.
આ નવદ્વીપ ચતુષ્કોમાં પ્રથમ એકોરુકાદિ દ્વીપ ચતુષ્ક'નો આયામ વિખુંભ ૩૦૦ યોજન તથા પરિધિ ૯૦૦ યોજન છે, હયકર્ણ વગેરે બીજા 'દ્વીપ ચતુષ્ક'નો આયામ-વિખંભ ૫૦૦ યોજન તથા પરિધિ ૧૨૬૫ યોજન છે. ત્રીજો 'દીપચતુષ્ક' અશ્વમુખ વગેરેનો આયામ-વિખંભ ૫૦૦ યોજન તથા પિરિધ કંઈક અધિક ૧૫૮૧ યોજન છે. ચૌથા દ્વીપચતુષ્કનો આયામ વિખુંભ 500 યોજન તથા પરિધિ ૧૮૯૦ યોજન છે. પાંચમા 'દ્વીપ ચતુષ્ક' નો આયામ વિખુંભ ૭૦૦ યોજન તથા પિરિધ ૨૨૧૩ યોજન છે. છઠ્ઠા દ્વીપચતુષ્કનો આયામ વિખુંભ ૮૦૦ યોજન તથા રિધિ ૨૫૨૯ યોજન છે. સાતમા 'દ્વીપચતુષ્ક'નો આયામ વિખુંભ ૯૦૦ યોજન અને પરિધિ ૨૮૪૫ યોજન છે. શુદ્ધદન્ત દ્વીપ સુધીનો ૨૮ અન્તર્કીપોનું વર્ણન એકોરુકદ્વીપ જેવું છે.
ઓત્તરેય દ્વીપ - જંબૂટ્ટીપમાં મેરુપર્વતની ઉત્તરમાં શિખરી વર્ષધર પર્વતનાં અંતિમ ભાગથી લવણસમુદ્રમાં ૩૦૦ યોજન જતાં એકોરુક મનુષ્યોનાં ઓત્તરેય એકોરુક દ્વીપ' આવેલ છે. આ બધા શુદ્ધદત્ત સુધીનાં ૨૮ અન્તર્લીંપો છે.
૨. લવણ સમુદ્ર અધ્યયન : ૦૧૫ થી ૦૦૩ પૃ. ૩૮૪–૪૦૯
જંબૂદીપની ચારે બાજુથી ઘેરાયેલ સ્થિત સમુદ્રનું નામ લવણ સમુદ્ર છે. એના સંસ્થાન (આકાર) ગોતીર્થ, નાવ, શુક્તા, સંપુટ, અશ્વ, સ્કંધ, વલભીગૃહ અને વૃત્ત વલયાકાર જેવા જણાવેલ છે. આ સમચક્રવાલથી સ્થિત છે. તેના ચક્રવાલ વિધ્યુંભ બે લાખ યોજન છે અને પન્દર લાખ એકયાસી હજાર એકસો ઓગણચાલીસ યોજનથી કંઈક વધારેની પિરિધ છે. આ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલ છે. આ વેદિકા અડધા યોજન ઊંચી અને પાંચસો ધનુષ પહોળી છે તથા લવણ સમુદ્રને સમાન પરિધિવાળી છે. વનખંડ કંઈક ઓછા બે યોજન પહોળા છે. લવણ સમુદ્રની ઉદકમાળા દસ હજાર યોજનની છે. લવણ સમુદ્રની ઊંડાઈ એક હજાર યોજનની તેમજ ઊંચાઈ સોળ હજાર યોજનની કહેલ છે. કુલ સત્તર હજાર યોજનનાં છે. લવણ સમુદ્રને બન્ને બાજુ અને પંચાણું-પંચાણું પ્રદેશ જવાથી એક-એક પ્રદેશની ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે. આજ ક્રમથી યાવત્ પંચાણું-પંચાણું હજાર યોજન આવવાથી એક હજાર યોજન ઊંડાઈમાં વૃદ્ધિ થાય છે અને શિખાવૃદ્ધિ પંચાણું-પંચાણું પ્રદેશ જવાથી સોળ પ્રદેશોની યાવત્ પંચાણું-પંચાણું હજાર યોજન જવાથી સોળ હજારની વૃદ્ધિ થાય છે.
-
લવણ સમુદ્રમાં ચતુર્દશી, અષ્ટમી, અમાસ અને પૂનમનો જલવૃદ્ધિ અને હાનિના કારણ આ છે કે જંબૂદીપની બહારની વેદિકાઓથી પંચાણું-પંચાણું હજાર યોજન જવાથી વલયામુખ, કેતુક, યૂપ અને ઈશ્વર નામનું વિશાળ આકારવાળો ચાર મહાપાતાલ કલશ છે. એ પ્રત્યેક એક લાખ યોજન ઊંડો મૂળમાં દસ હજાર યોજન, મધ્યમાં એક લાખ યોજન તેમજ ઉપરથી દસ હજાર યોજન પહોળા છે. એની દીવાલો એક હજાર યોજન મોટી છે. તેનાથી બહુ જ જીવ અને પુદ્ગલ નીકળે છે અને ઉત્પન્ન થાય છે. ચય-ઉપચયને પ્રાપ્ત હોય છે. આ દીવાલો દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે તેમજ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે તે મહાપાતાલ
Jain Education International
91
For Private & Personal Use Only
www.jainelibrary.org