________________
'
સિંકડો સ્તંભો ઉપર સંનિષ્ટ એક સિદ્ધાયતન સ્થિત છે. તે પચાસ યોજન લાંબુ, પચીસ યોજન પહોળું અને છત્રીસ યોજન ઊંચુ છે. તેની ત્રણે દિશાઓમાં આઠ યોજન ઊંચા, ચાર યોજન પહોળાં શ્વેતવણી સુવર્ણ સ્કૂપિકાવાળાં ત્રણ દ્વાર છે. મધ્યમાં આઠ યોજન લાંબી અને પહોળી, ચાર યોજન મોટી રત્નમય વિશાળ મણિપીઠિકા છે. આ ભદ્રશાલ વનમાં (બીજા) પચાસ યોજન જવા પર પચાસ યોજન લાંબી, પચીસ યોજન પહોળી. અને દસ યોજન ઊંડી પદ્મા વગેરે સોલહ નંદા પુષ્કરણિઓ છે. એના મધ્યભાગમાં ઈશાનેન્દ્ર તથા શક્ર ઈન્દ્રનો વિશાળ મહેલ છે. તે પાંચસો યોજન ઊંચા, અઢીસો યોજન પહોળાં તથા ઊંચા શિખરો યુક્ત છે. ૨. નંદનવન : ભદ્રશાલવનનાં સમતલ ભૂભાગથી પાંચસો યોજન ઊંચે જતાં નંદનવન આવે છે. તે પાંચસો યોજન ચક્રાકાર વિસ્તારવાળું તેમજ વલયાકાર સંસ્થાનવાળું છે. બહારના ભાગનો ગિરિ વિઝંભ ૯૯૫૪-૬/૧૧ યોજન છે. તથા પરિધિ ૩૧૪૭૯ યોજનની છે. અંદરના ભાગનો ગિરિ વિખંભ ૮૯૫૪-૬૧૧ યોજન છે તથા પરિધિ ૨૮૩૧૬-૮/૧૧ યોજન છે. પદ્મવરવેદિકા તથા વનખંડથી ઘેરાયેલું છે.
નંદનવનનાં ઉપરનાં ચરમાંતથી પાંડુકવનનાં નીચેના ચરમાત્તનું અંતર અઠ્ઠાણું હજાર યોજન, પૂર્વી ચરમાત્તથી પશ્ચિમી ચરમાંતનું અંતર નવ્વાણું હજાર યોજન, દક્ષિણી ચરમાંથી ઉત્તરી ચરમાન્તનું અંતર નવ્વાણુ હજાર યોજન છે. અને નીચેનાં ચરમાંતથી સૌગંધિકકાંડના નીચેનાં ચરમાન્તનું અંતર પચ્યાસી હજાર યોજન છે. ૩. સૌમનસવન : નંદનવનનાં અતિસમતળ રમ્ય ભૂભાગથી સાડા બાસઠ હજાર યોજન ઉપર સૌમનસવન આવેલું છે. તે પાંચસો યોજન ચક્રાકારે પહોળું અને વલયાકારે સંસ્થાન યુક્ત છે. તે બહારનો ગિરિ-વિખંભ ૪૨૭૨-૮/૧૧ યોજન તથા પરિધિ ૧૩૫૧૧-૬ ૧૧ યોજન છે. અંદરનો ગિરિ-વિઝંભ ૩૨૭૨-૮/૧૧ યોજન તથા પરિધિ ૧૦૩૪૯-૩૧૧ યોજન છે. ૪. પાંડકવન : સૌમનસવનનાં સમભાગ ભૂતલથી છત્રીસ હજાર યોજન ઉપર જતાં મેરુ પર્વતના શિખર ઉપર પાંડકવન આવ્યું છે. તે ચારસો ચોરાણું યોજન પહોળું વલયાકાર છે. અને મેરુની ચૂલિકાથી ઘેરાયેલું છે. એની પરિધિ કંઈક અધિક ૩૧૬૨ યોજન છે. તેમાં પચાસ યોજન અંદર પ્રવેશ કરતાં એક વિશાળ ભવન
પાંડક વનમાં પાંડુશિલા, પાંડુકંબલશિલા, રક્તશિલા તથા રક્તકંબલ શિલા નામની ચાર અભિષેક-શિલાઓ છે.
૧, પાંડશિલા - મેરુ પર્વતથી પૂર્વમાં અને પાંડકવનના પૂર્વાન્ત ભાગમાં પાંડુશિલા છે. તે ઉત્તર-દક્ષિણમાં લાંબી અને પૂર્વ-પશ્ચિમમાં પહોળી છે. અર્ધચંદ્રાકારના સંસ્થાનવાળી છે. આ શિલા પાંચસો યોજન લાંબી, અઢીસો યોજન પહોળી અને ચાર યોજન ઊંચી છે. સર્વ કનકમયી છે. તેમાં ઉત્તર તથા દક્ષિણ દિશામાં બે સિંહાસનો છે. ઉત્તરના સિંહાસન ઉપર કચ્છ વગેરે આઠ વિજયોનાં તીર્થંકરોનો તથા દક્ષિણના સિંહાસન ઉપર વત્સા વગેરે આઠ વિજયોનાં તીર્થકરોનો જન્માભિષેક થાય છે.
૨. પાંડુકંબલ શિલા - મેરુ પર્વતનાં દક્ષિણમાં તથા પાંડક વનનાં દક્ષિણી અન્તિમ છેડામાં પાંડુકંબલ શિલા આવી છે. આ શિલા પૂર્વ-પશ્ચિમમાં લાંબી અને ઉત્તર-દક્ષિણમાં પહોળી છે. ત્યાં એક સિંહાસન છે તેની ઉપર ભરતક્ષેત્રનાં તીર્થકરોનો જન્માભિષેક થાય છે.
૩. રક્તશિલા : મેરુ પર્વતનાં પશ્ચિમ ભાગમાં પાંડકવનનાં પશ્ચિમી અંતિમ છેડામાં રક્તશિલા છે. આ શિલા ઉત્તર દક્ષિણમાં લાંબી તથા પૂર્વ-પશ્ચિમમાં પહોળી છે. ઉત્તર અને દક્ષિણમાં બે સિંહાસન છે. દક્ષિણનાં સિંહાસન ઉપર પદ્મા વગેરે આઠ વિજયોના તીર્થકરોનો જન્માભિષેક થાય છે અને ઉત્તરનાં સિંહાસન ઉપર વપ્રા વગેરે આઠ વિજયોનાં તીર્થંકરોનો જન્માભિષેક થાય છે.
૪. રક્તકંબલ શિલા : મેરુ પર્વતની ઉત્તરમાં તથા પંડક વનનાં ઉત્તરી અંતિમ છેડામાં રક્તકંબલ શિલા આવી છે. તે સંપૂર્ણ સુવર્ણયુક્ત અને સ્વચ્છ છે. આ શિલા પૂર્વ-પશ્ચિમમાં લાંબી છે તથા ઉત્તર-દક્ષિણમાં પહોળી છે. આ શિલા ઉપર એક સિંહાસન છે તેની ઉપર એરવત ક્ષેત્રના તીર્થકરોનો જન્માભિષેક થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org