________________
આભિયોગિક શ્રેણિઓથી પાંચ યોજન ઉપર દીર્ઘ વૈતાઢય પર્વતનું શિખર છે. જે પૂર્વ પશ્ચિમમાં લાંબા તથા ઉત્તર-દક્ષિણમાં પહોળા છે. તેની પહોળાઈ ૧૦ યોજનની તથા લંબાઈ પર્વત જેટલી છે. આ (શિખર) આલિંગપુકર (તબલા) જેવું સમતળ છે. વાવડીઓથી યુક્ત છે. ત્યાં વાણવ્યંતર દેવ-દેવીઓ બેસે છે. મહદ્ધિક થાવત્ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા દીર્ઘવૈતાઢ્ય ગિરિકુમાર’ નામનો દેવ વસે છે.
મહાવિદેહ વર્ષનાં કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત ચિત્રકૂટ પર્વતની પશ્ચિમમાં તથા માલ્યવંત વક્ષસ્કારપર્વતની પૂર્વમાં આવેલ છે. તે પૂર્વ-પશ્ચિમમાં લાંબો તથા ઉત્તર-દક્ષિણમાં પહોળો છે. તેની બે ભૂજ (બાહા) છે. જીવા તથા ધનુપષ્ઠ નથી, બાકીનો સુકચ્છ વગેરે ૩૧ વિજયોનો વર્ણન પણ આ પ્રમાણે છે.
શબ્દાપાતી વગેરે ચાર વૃત્ત વૈતાઢ઼ય પર્વત છે. ૧. શબ્દાપાતી : રોહિતા મહાનદીનાં પશ્ચિમમાં તથા રોહિતાંશા મહાનદીની પૂર્વમાં હૈમવતવર્ષની મધ્યમાં શબ્દાપાતીવૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. તે એક હજાર યોજન ઊંચો, લાંબો તથા પહોળો અને અઢીસો યોજન જમીનમાં ઊંડો છે. એની પરીધિ કંઈક અધિક ૩૧૬૨ યોજન છે. અને પર્યકાકારનો રત્નમય છે. ત્યાં સાડી બાસઠ યોજન ઊંચો અને સવા એકત્રીસ યોજન લાંબો તથા પહોળો પ્રસાદાવતંસક છે. ત્યાં અનેક નાની-મોટી વાવડીઓ છે. શબ્દાપાતી જેવા વર્ણવાળા કમલો છે તથા શબ્દાપાતી નામનો દેવ છે. તેની રાજધાની મેરુ પર્વતની દક્ષિણમાં છે. ૨. વિકટાપાતી : હરી મહાનદીની પશ્ચિમમાં, હરીકાંતા મહાનદીની પૂર્વમાં, હરિવર્ષ ક્ષેત્રની મધ્યમાં વિકટાપાતી નામનો વૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. ત્યાં અરુણ નામનો દેવ છે. દક્ષિણમાં તેની રાજધાની છે. ૩. ગંધાપાતી : નરકાંત મહાનદીની પશ્ચિમમાં, નારીકાંતા મહાનદીની પૂર્વમાં, રમ્યક ક્ષેત્રની મધ્યમાં આ ગંધાપાતી વૃત્તિ વૈતાઢ્ય પર્વત આવેલ છે. અહીં પદ્મ દેવ વસે છે. તેની રાજધાની ઉત્તરમાં છે. ૪. માલ્યવંત : સુવર્ણકૂલા મહાનદીની પશ્ચિમમાં, રાયકુલા મહાનદીની પૂર્વમાં, હૈરણ્યવતક્ષેત્રી મધ્યમાં માલ્યવંત વૃત્તવૈતાઢ્ય પર્વત આવેલ છે. અહીં પ્રભાસ દેવ વસે છે. તેની રાજધાની ઉત્તરમાં છે.
આ ચારેય દેવો મહદ્ધિક યાવતું પલ્યોપમની આયુઃ સ્થિતિવાળા છે. - વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુએ ૧૦-૧૦ યોજનની ઊંચાઈએ બે વિદ્યાધર શ્રેણીઓ આવેલી છે. તે પૂર્વ-પશ્ચિમમાં પર્વત જેટલી લાંબી તથા ઉત્તર-દક્ષિણમાં ૧૦-૧૦ યોજન પહોળી છે. અર્ધયોજન ઊંચી, પાંચસો ધનુષ પહોળી તથા પર્વત જેટલી લાંબી બે- બે પાવરવેદિકાઓ તથા વનખંડોથી વીંટળાયેલ છે. દ રહેલી વિદ્યાધરશ્રેણિઓમાં ૫૦ નગરો તથા ઉત્તરની વિદ્યાધર શ્રેણિમાં ૦ નગરાવાસ આવેલા છે. અહીનાં મનુષ્યોનું સંઘયણ, સંસ્થાન આદિ અનેક પ્રકારનાં છે. ઘણા વર્ષોનાં આયુ ભેળવી યથાયોગ્ય ગતિમાં જાય છે. તથા સર્વે દુ:ખોનો ક્ષય કરે છે.
વિદ્યાધર શ્રેણિઓના ભૂમિભાગથી ઉપર વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુએ ૧૦ - ૧૦ યોજન ઊંચે ગયા પછી
ોગિક દેવોની બે-બે શ્રેણિઓ આવે છે. તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણમાં ૧૦ - ૧૦ યોજન છે. તથા લંબાઈ પૂર્વ-પશ્ચિમમાં પર્વત જેટલી છે. અહીં વાણવ્યંતર દેવ-દેવીઓ આનંદ પ્રમોદ કરે છે. આ શ્રેણિઓમાં શક્ર દેવેન્દ્રનાં સોમ આદિ આભિયોગિક દેવોનાં બાહરથી ગોળ અને અંદરથી પહોળા ભવનો છે. તે દેવો મહદ્ધિક યાવતુ પલ્યોપમની આયુ:સ્થિતિવાળા છે. જંબુદ્વીપમાં કુલ એડસઠ વિદ્યાધરશ્રેણિઓ અને અડસઠ અભિયોગિક શ્રેણિઓ છે.
જંબૂદ્વીપમાં ૩૪ ઋષભકૂટ પર્વતો છે. ભરતક્ષેત્રમાં ઋષભકૂટ પર્વત ગંગાકુંડની પશ્ચિમમાં, સિંધુકુંડની પૂર્વમાં, લઘુહિમવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં આવેલ છે. તે ઋષભકૂટ પર્વત આઠ યોજન ઊંચો તથા બે યોજન જમીનમ ઉડો છે. મૂલમાં આઠ યોજન, મધ્યમાં છ યોજન તથા ઉપર ચાર યોજન પહોળો છે તથા મૂલમાં કંઈક અધિક
Jain Education International
For Private & Personal use only
www.janelnorary.org