________________
[ચાર-ચાર નંદા પુષ્કરણીઓ વાવડીઓ છે. તે એક કોશ લાંબી, અડધો કોશ પહોળી અને પાંચસો ધનુષ ઊંડી છે. આ વાવડીઓની વચ્ચે એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું, કંઈક ન્યૂન એક કોશ ઊંચુ પ્રાસાદાવતંસક છે.
ચાર દિશા-વિદિશાઓની મધ્યમાં દરેકનાં આઠ યોજન ઊંચા, બે યોજન ઘેરાવાવાળા, આઠ યોજન લાંબાપહોળા, મધ્યમાં છ યોજન લાંબા-પહોળાં તથા ઉપર ચાર યોજન લાંબા-પહોળાં કૂટ (શિખરો) છે. તેની પરિધિ મૂળમાં કંઈક અધિક પચ્ચીસ યોજન તથા મધ્યમાં અઢાર યોજન તથા ઉપર બાર યોજનની છે.
તે અનાધૃત દેવની રાજધાની 'અનાધૃતા' નામની છે તે મેરુ પર્વતની ઉત્તરમાં છે.
મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તરી તથા દક્ષિણી શીતા મુખવન છે. તે ૧૬૫૯૨-૨૧૯ યોજન લાંબા તથા ૨૯૨૨ યોજન પહોળા છે. તે એક પાવરવેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે વગેરેનું વર્ણન કરવું જોઈએ.
- ૧-૪ પર્વત વર્ણન: સૂત્ર ૪૫૩ થી ૫૪૮
પૃ. ૨૫-૩૦૬ !
જેબૂદીપમાં છ વર્ષધર પર્વતો, એક મેરુ પર્વત, એક ચિત્રકૂટ, એક વિચિત્રકૂટ, બે યમક પર્વત, બસો કાંચનક પર્વત, વીસ વક્ષસ્કાર પર્વત, ચોત્રીસ દીર્ઘ વૈતાઢય પર્વત, ચાર વૃત્ત વૈતાઢ્ય પર્વત છે. કુલ આ પર્વતો ૨૬૯ બસો ઓગણસિત્તેર થાય છે.
વર્ષધર પર્વતોના નામ એ છે- ૧. શુદ્ધ હિમવંત, ૨. મહાહિમવંત, ૩. નિષધ, ૪. નીલવંત, ૫. રુકમી, ૬. શિખરી.
ક્યાંય - ક્યાંય મેરૂ પર્વતને પણ વર્ષધર પર્વત માનવામાં આવ્યો છે. ૧. શુદ્ર હિમવત : હેમવત ક્ષેત્રની દક્ષિણમાં તથા ભરત ક્ષેત્રની ઉત્તરમાં આ પર્વત આવેલ છે, તે એકસો યોજન ઊંચો. પચ્ચીસ યોજન ભૂમિમાં ઊંડો તથા ૧૦૫૨-૧૨૧૯ યોજન પહોળો છે. તેની બાહા પ૩૫૦-૧૫/૧૯ + ૧ ૨ યોજન લાંબી છે. જીવા કંઈક ન્યૂન ચોવીસ હજાર નવસો સાડી બત્રીસ યોજન છે. ધનુ પૃષ્ઠ દક્ષિણમાં છે. તેની પરિધિ ૨૫૨ ૨૦-૧૯ યોજન છે. આખો પર્વત સુવર્ણમય છે. ૨. મહાહિમવંત : હરિવર્ષથી દક્ષિણમાં અને હૈમવત ક્ષેત્રથી ઉત્તરમાં છે. આ પર્વત પલ્યકાકારે આવેલ છે. બસો યોજન ઊંચો, પચ્ચાસ યોજન જમીનમાં ઊંડો તેમજ ૪૨૧૦-૧૦ ૧૯ યોજન પહોળો છે. તેની બાહા ૯૨૭૬-૯ ૧૯ + ૧ ૨ યોજન લામ્બી છે. જીવા ઉત્તરમાં છે તથા પૂર્વ-પશ્ચિમની લંબાઈ કંઈક અધિક પ૩૯૩૧-૬૧૯ યોજન છે. ધનુપૃષ્ઠ દક્ષિણમાં છે. તેની પરિધિ ૫૭૨૯૩-૧૦૧૯ યોજન છે. સંપૂર્ણ પર્વત રત્નમય છે. ૩. નિષધ : આ પર્વત મહાવિદેહ ક્ષેત્રથી દક્ષિણમાં તથા હરિવર્ષ ક્ષેત્રથી ઉત્તરમાં છે. ચારસો યોજન ઊંચો, ચારસો ગાઉ જમીનમાં ઊંડો તથા ૧૬૮૪૨-૨૧૯ યોજન પહોળો છે. બાહા ૨૦૧૬૫-૨૧૯ + ૧૨ યોજન લાંબી છે. જીવા ઉત્તરમાં છે. તે પૂર્વ પશ્ચિમમાં ૯૪૧૫૬-૨૧૯ યોજન લાંબી છે. ધનુ:પૃષ્ઠ દક્ષિણમાં છે. તેની પરિધિ ૧૨૪૩૪૬-૯ ૧૯ યોજન છે. સમગ્ર પર્વત તપેલા સુવર્ણ જેવો છે. ૪. નીલવંત : મહાવિદેહ ક્ષેત્રથી ઉત્તરમાં, રમ્યફ ક્ષેત્રથી દક્ષિણમાં છે. આવા દક્ષિણમાં તથા ધનુપુષ્ઠ ઉત્તરમાં છે. સમગ્ર પર્વત વૈડૂર્યરત્નમય છે.
નિષધ - નીલવંત પર્વતના ઉપરનાં શિખરથી માંડીને રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના મધ્યભાગનું અબાધાઅંતર નવસો યોજન છે. ૫. રુકમી : રમ્ય ક્ષેત્રથી ઉત્તરમાં તથા હૈરણ્યવત ક્ષેત્રથી દક્ષિણમાં આવેલો છે. સમગ્ર પર્વત રત્નમય છે. ૬. શિખરી : હૈરણ્યવત ક્ષેત્રથી ઉત્તરમાં તથા ઐરાવતક્ષેત્રથી દક્ષિણમાં આવેલો છે. અહીં શિખરી (પર્વત). જિવા આકારના અનેક કૂટો (શિખરો) છે. તે બધા રત્નમય છે.
79
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org