________________
કંઈક ન્યૂન પહોળા છે. પર્યકાકારનાં આ બન્ને ભાગો છે. આની જેમજ બધા વિજયો વિષે સમજવું જોઈએ. હૈમવત ક્ષેત્ર : મહાહિમવંત પર્વતની દક્ષિણમાં ચુલ્લ હિમવંતની ઉત્તરમાં, પૂવી લવણ સમુદ્રની પશ્ચિમમાં અને પશ્ચિમી લવણ સમુદ્રની પૂર્વમાં જંબુદ્વીપમાં આ ક્ષેત્ર આવેલું છે. તે પર્યકાકારે છે. બન્ને બાજુ લવણસમુદ્રથી સ્પષ્ટ છે. આ ક્ષેત્ર ૨૧૦૫-પ/૧૯ યોજન પહોળું છે. બાહા ૬૭૫૫-૩/૧૯ યોજન લાંબી છે. જીવા ૩૭૬૭૪-૧૬/૧૯ યોજનથી કંઈક ન્યૂન લાંબી છે. ધનપૃષ્ઠની પરિધિ ૩૮૭૪૦-૧૦૧૯ યોજન જેટલી છે. હિરણ્યવત ક્ષેત્ર : રુકમી પર્વતની ઉત્તરમાં તથા શિખરી પર્વતની દક્ષિણમાં આવેલ છે. લવણ સમુદ્રની બાબતે સર્વત્ર પૂર્વવતું જાણવું. હરિવર્ષ ક્ષેત્ર : નિષધ પર્વતની દક્ષિણમાં અને મહાહિમવંત પર્વતની ઉત્તરમાં આ ક્ષેત્ર આવેલું છે. તે ૮૪૨૧-૧૧૯ યોજન પહોળું છે. એની બાહા ૧૩૩૬૧-૬૧૯ + ૧ર છે તથા જીવા ૭૩૯૭૧-૧૭૧૯ + ૧ર યોજન જેટલી લાંબી છે.. રમ્યફવર્ષ ક્ષેત્ર : નીલવંત પર્વતની ઉત્તરમાં અને રુકમી પર્વતની દક્ષિણમાં આવેલું છે. બાકીનું વર્ણન ઉપર મુજબ જાણવું. જીવા દક્ષિણ ભાગમાં અને ધનુપૃષ્ઠ ઉત્તરભાગમાં છે. દેવકુરુ : મેરુ પર્વતની દક્ષિણમાં, નિષધવર્ષ ધર પર્વતની ઉત્તરમાં, વિધુત્રભ નામનાં વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સૌમનસ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્રની અંદર છે. આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર-દક્ષિણમાં પહોળું છે. અર્ધચંદ્ર આકારનું છે. એનો વિષંભ ૧૧૮૪ર-૨ ૧૯ યોજન છે. જીવા પૂર્વ-પશ્ચિમમાં પ૩000 યોજન લાંબી છે. બન્ને વક્ષસ્કાર પર્વતોથી જોડાયેલી છે. ધનુ પુષ્ઠની પરિધિ ૦૪૧૮-૧૧૯ યોજન છે. અહીં દેવકર' નામનો દેવ રહે છે, મેરુ પર્વતની દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય)માં, નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, 'વિદ્યુ—ભ' નામના વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, શીતોદા નામની મહાનદીની પશ્ચિમમાં, દેવકર ક્ષેત્રનાં પશ્ચિમાઈની મધ્યમાં ફૂટશાલ્મલી' નામની પીઠ છે. શાલ્મલીવૃક્ષ છે. ત્યાં ગરૂડ નામે દેવ વસે છે એની રાજધાની દક્ષિણમાં છે. ઉત્તરકટુ : મેરુ પર્વતની ઉત્તરમાં, નીલવંત પર્વતની દક્ષિણમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં અને માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં આ ઉત્તરકુર ક્ષેત્ર છે. તેનો વિખંભ ૧૧૮૪૨-૨ ૧૯ જેટલી છે. જીવા પ૩૦૦૦ યોજન લાંબી છે. ધનુરુપુષ્ઠની પરિધિ ૦૪૧૮-૧૨૧૯ જેટલી છે. અહીનાં મનુષ્ય 3000 ધનુષ્ય ઊંચા હોય છે. બસો છપ્પન પાંસળીઓ હોય છે. ત્રણ દિવસ પછી એમને ખાવાની ઈચ્છા થાય છે. ત્રણ પલ્યોપમનું આયુષ્ય હોય છે. પોતાના યુગલિક સંતાનનું ૪૯ દિવસ-રાત્રિ સુધી પાલન-પોષણ કરે છે. આ ઉત્તરકુરમાં પદ્મકમલ વગેરે જેવી ગંધવાળા છ પ્રકારનાં માનવો વસે છે. ૪૯ અહોરાત્રિમાં જ બન્ને કુરનાં માનવો યુવાન બની જાય છે. અહીં ઉત્તરકુરુ નામનો દેવ રહે છે, અહીં ઉત્તરકુરુમાં જંબુપીઠ છે. જે નીલવત વર્ષધર પર્વતની દક્ષિણમાં, મંદર પર્વતની ઉત્તરમાં, માલ્યવંત પર્વતની પશ્ચિમમાં, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, શીતા મહાનદીનાં પૂર્વ કિનારે રહેલ છે. તે પાંચસો યોજન લાંબુ અને પહોળુ છે. પંદરસો એક્યાસીથી કંઈક અધિક યોજનની પરિધિ છે. સ્વર્ણમય એવો તેનો મધ્યભાગ બાર યોજન ઊંચો (મોટો) છે. એનાં મધ્યભાગમાં આઠ યોજન લાંબી અને પહોળી તથા ચાર યોજન ઊંચી મણિપીઠિકા છે. તેની ઉપર જંબૂ સુદર્શન નામનું વૃક્ષ છે. તે આઠ યોજન ઊંચુ અને જમીનમાં અડધો યોજન ઊંડુ છે. તેનું થડ બે યોજન ઊંચું અને અડધો યોજન જાવું છે. તેની શાખાઓ છ યોજન ઊંચી છે. મધ્યભાગમાં આઠ યોજન લાંબી-પહોળી છે. કંઈક અધિક આઠ યોજન એનું પ્રમાણ છે. ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેનાં મધ્યભાગમાં એક સિદ્ધાયતન છે. તે એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું, કંઈક ન્યૂન એક કોશ ઊંચુ છે. તે અનેક સ્તંભયુક્ત છે અને પાંચ ધનુષ ઊંચા તારની વનમાળાથી યુક્ત છે. ત્યાં પાંચસો ધનુષ લાંબી અને પહોળી તથા અઢીસો ધનુષ ઊંચી મણિપીઠિકા છે. તેની ઉપર પાંચસો ધનુષ લાંબુ અને પહોળું તથા કંઈક-અધિક પાંચસો ધનુષ ઊંચુ- 'દેવચ્છેદક' છે. તે સુદર્શન જંબૂવૃક્ષ બીજી એકસો આઠ જંબૂવૃક્ષોથી ઘેરાયેલું છે. તેના બાર નામો પણ છે. તે વૃક્ષ પર અનાજત નામનો મહર્થિક દેવ વસે છે. આ જંબુસુદર્શન | વૃક્ષ શાશ્વત યાવત્ નિત્ય છે. આ વૃક્ષનાં ઈશાન ખૂણાનાં પ્રથમ વનખંડમાં પચાસ યોજના ગયા પછી પદ્મા વગેરે
|
.
.
.
.
.
.
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org