________________
બલિના સાઠ હજાર સામાનિક દેવ અને એનાથી ચાર ગણા (બે લાખ ચાલીસ હજાર) આત્મરક્ષક દેવ છે. બાકી રહેલા ઈદ્રોમાંથી પ્રત્યેકને છ-છ હજા૨ સામાનિક દેવ અને એનાથી ચાર ગણા (ચોવીસ હજાર) આત્મરક્ષક દેવ છે.
ભવનવાસી ચમરેન્દ્ર આદિ ૨૦ ઈંદ્રોના ચાર-ચાર લોકપાલ કહેવામાં આવ્યા છે અને આ પ્રત્યેક લોકપાલની ચાર ચાર અગ્રમહિષીઓ છે.
ઉત્તરીય અસુરકુમારોના ત્રીસ લાખ ભવનાવાસ મેરૂપર્વતના ઉત્તરમાં રત્નપ્રભા પૃથ્વીના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનના મધ્ય ભાગમાં છે. ઉત્તરદિશાના અસુરેન્દ્રબલીનું પણ અહીં કથન છે.
અસુરકુમારોની અધોશાસન શક્તિ સપ્તમ નરક પૃથ્વી સુધીની છે. પરંતુ તે ત્રીજી નરક પૃથ્વી સુધી જાય છે. તિર્યની ગમન શક્તિ અસંખ્ય દ્વીપ સમુદ્ર પર્યન્તની છે. પરંતુ તે નંદીશ્વર દ્વીપ સુધી જાય છે અને ઉર્ધ્વગમન શક્તિ અય્યતા કલ્પ સુધીની છે પરંતુ તે સૌધર્મ કલ્પ સુધી જાય છે.
નાગકુમારોના ભવનાવાસ પણ અસુરકુમારોની સમાન રત્નપ્રભા પૃથ્વીમાં છે અને તે ભવનોનું વર્ણન પણ એ પ્રમાણે જ છે. નાગકુમારોના ધરણ અને ભૂતાનંદ એ બે ઈન્દ્રો છે. દક્ષિણ દિશામાં ચાલીસ લાખ ભવન છે તથા ધરણ ઈંદ્ર છે. ઉત્તર દિશામાં ચાલીસ લાખ ભવન છે અને ભૂતાનંદ ઈંદ્ર છે.
સામાન્યપણે ભવનાવાસોની સંખ્યા આ પ્રમાણે છે- ૧, અસુરોના ચોસઠ લાખ, ૨. નાગોના ચોર્યાસી લાખ, ૩. સુપર્ણોના બોત્તેર લાખ, ૪. વાયુકુમારોના છ— લાખ અને બાકી છ ના છોંતેર-છોતેર લાખ ભવનાવાસ છે.
દક્ષિણ-ઉત્તર દિશાની અપેક્ષા સંખ્યા આ પ્રમાણે છે :
દક્ષિણાદિશામાં ૧. અસુરોના ચોત્રીસ લાખ ૨. નાગોના ચાલીસ લાખ ૩. સુપર્ણોના અડતાલીસ લાખ ૪. વાયુકુમારના પચાસલાખ અને બાકી છ ના ચાલીસ-ચાલીસ લાખ ભવનાવાસ છે અને ઉત્તર દિશામાં ૧. અસુરોના ત્રીસ લાખ ૨. નાગોના ચાલીસ લાખ ૩. સુપર્ણોના ચોત્રીસ લાખ ૪. વાયુકુમારોના છેતાલીસ લાખ અને બાકી છ ના છત્રીસ-છત્રીસ લાખ ભવનાવાસ છે.
આ ભવનાવાસ રત્નમય છે. દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે. વર્ણપર્યવો યાવતુ સ્પર્શ પર્યવોની અપેક્ષા અશાશ્વત છે. જંબુદ્વીપના મેરૂ પર્વતની દક્ષિણમાં અસંખ્ય દ્વીપ સમુદ્રોને પાર કર્યા પછી અરૂણવર દ્વીપની બાહ્ય વેદિકાથી અરૂણોદય સમુદ્રમાં બેંતાલીસ હજાર યોજન જવાના (સ્થાને) ચમરનો તિગિચ્છકૂટ નામનો ઉત્પાત પર્વત આવેલો છે તે સત્તરો એકવીસ યોજન ઊંચો છે. આ પર્વતથી દક્ષિણમાં એ અરૂણોદન સમુદ્રમાં છસો પંચાવન કરોડ, બેતાલીસ લાખ, પચાસ હજાર યોજન જવા (પ) પછીથી નીચે રત્નપ્રભા પૃથ્વીના ચાલીસ હજાયોજન ભાગ ઓળંગ્યા પછી અસુરેન્દ્ર ચમરની ચમચંચા નામની રાજધાની છે. (સુધર્માસભા) ઉપ પાત, સંકલ્પ, અભિષેક, અર્ચનિકા, વ્યવસાય, પરિવાર, ઋધ્ધિ, સિદ્ધિનું વર્ણન વિજયદેવની સમાન છે. અમરેન્દ્રની ચમચંચાવાસનું વિસ્તૃત વર્ણન પણ અહીં આપવામાં આવ્યું છે. બલીની સુધર્મા સભા, બલિચંચા નામની રાજધાની આદિ મેરૂ પર્વતની ઉત્તરમાં અરૂણોદક સમુદ્રમાં છે બાકીનું વર્ણન સમાન છે. ચમચંચાની રાજધાની તેમજ પ્રત્યેક ઈંદ્રની રાજધાનીમાં પાંચ પાંચ સભાઓ (આવેલી) કહેવામાં આવી છે.
આ સભાઓના એકાવનસો એકાવન સો સ્તંભ છે. તેમજ સુધર્મા સભાની ઊંચાઈ છત્રીસ યોજનની છે. ઈંદ્રોની ઉત્પત્તિનો વિરહકાલ છ માસનો રહે છે. ચમરચચાના પ્રત્યેક દ્વારમાં છત્રીસ-છત્રીસ ભોમ (કહેવામાં) આવ્યા છે.
ચમર અને બલિના ઉપકારિકાલયનનો આયામ-વિઠંભ સોળ હજર યોજનનો છે.
ભવનવાસીઓના આ દશ ચૈત્ય વૃક્ષ છે. જેમ કે- ૧. અશ્વસ્થ, ૨. શક્તિપર્ણ, ૩. શાલ્મલી, ૪. ઉંબ૫, ૫. શિરીષ, ૬. દધિપર્ણ, ૭. વંજુલ, ૮. પલાશ, ૯. વપ્ર અને ૧૦. કર્ણિકાર.
ભવનવાસી ઈંદ્રોમાંથી અમરની આભ્યન્તર, મધ્યમ અને બાહ્ય પરિષદના નામ ક્રમશઃ સમિતા, ચંડા અને જાતા છે. આભ્યન્તર પરિષદમાં ચોવીસ હજાર દેવ તથા સાડા ત્રણસો દેવીઓ છે. મધ્યમ પરિષદમાં અઠ્ઠાવીસ હજાર દેવ તથા ત્રણ સો દેવીઓ છે. બાહ્ય પરિષદમાં બત્રીસ હજાર દેવ તેમજ અઢીસો દેવીઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org