________________
પ્રથમ નરકથી લઈને સાતમા નરક સુધીના નરકાવાસ તેમજ નૈરયિક પૂર્વથી ઉત્તર તેમજ નીચે અલ્પમૃદ્ધિ, અલ્પદ્યુતિ આદિવાળા છે. પરંતુ મહાશ્રવ મહાવેદના આદિવાલા નથી.
પશ્ચાનુપૂર્વીના ક્રમથી સાતમીથી પહેલી નરક પૃથ્વી સુધી, ઉત્તરથી પૂર્વના નૈયિક અને નરકાવાસ મહાન મૃદ્ધિ, મહાન દ્યુતિ આદિ તથા અલ્પ આશ્રવ અલ્પવેદના આદિવાળી છે.
અધોલોકમાં પૃથ્વીકાયિક, અકાયિક વનસ્પતિકાયિક તથા ત્રસપ્રાણી બે બે શરીરવાળા (હોય ) છે. આ અધોલોક ક્ષેત્રલોકના નરકો અને નૈયિકોના વર્ણનનો સાર સંક્ષેપ છે. પશ્ચાત્ ભવનવાસી દેવોનું વર્ણન છે.
અધોલોક-ભવનવાસી દેવઃ સૂત્ર ૧૬૪ થી ૨૩૮ પૃ. ૮૫–૧૨૮
ભવનવાસી દેવોનું વર્ણન એમના આવાસ સંસ્થાનના પરિચયથી શરૂ કરવામાં આવ્યું છે કે-એક લાખ એંસી હજાર યોજન બાહુલ્યવાળી રત્નપ્રભા પૃથ્વીની ઉપર નીચે એક-એક હજાર યોજન છોડીને એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનના મધ્યભાગમાં ભવનવાસી દેવોના સાત કરોડ બોંતેર લાખ ભવનાવાસ છે.
એ ભવન બહારથી ગોળ અને અંદરથી સમચોરસ, નીચે કમલ કર્ણિકાના સંસ્થાનવાળા છે. ઉપપાત, સમુદ્ધાત અને સ્વસ્થાનની અપેક્ષાએ એ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અહીં પર્યાપ્ત - અપર્યાપ્ત ભવનવાસી દેવ રહે છે. જેમ કે - અસુરકુમા૨ યાવત્ સ્તનિતકુમાર.
એમના જુદા-જુદા પરિચય માટે મુકુટમાં ક્રમશઃ નીચે પ્રમાણે ચિહ્ન છે. જેમ કે- ૧. ચૂડામણિ રત્ન, ૨. નાગફેણ, ૩. ગરૂડ, ૪. વજ્ર, ૫. પૂર્ણકલશ, ૬. સિંહ, ૭. મગર, ૮. ગજ, ૯. અશ્વ, ૧૦. શરાવ સંપૂટ. આ બધા દેવ દિવ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિનો અનુભવ કરતા-કરતા સમય વિતાવે છે.
અસુરકુમારોના ચોસઠ લાખ ભવનાવાસ છે. તે ઉપર કહ્યા મુજબ રત્નપ્રભા પૃથ્વીના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજન પ્રમાણના મધ્યભાગમાં રહે છે અને એમના બે ઈંદ્ર છે– 'ચામર' અને 'બલિ', 'ચમ' દક્ષિણ દિશાવાસી છે અને 'બલિ' ઉત્તર દિશાવાસી છે.
દક્ષિણાત્ય અસુરકુમારોના ચોત્રીસ લાખ ભવનાવાસ મેરૂપર્વતની દક્ષિણદિશામાં રત્નપ્રભાપૃથ્વીના એક લાખ ઈઠ્ઠોતેર હજાર યોજનના મધ્યભાગમાં છે. અહીં દક્ષિણાત્ય અસુરેન્દ્ર ચમરના શરીરનું વિસ્તૃત વર્ણન છે.
ચમરેન્દ્રની નાટ્યવિધિ પણ અહીં બતાવવામાં આવી છે. અસુરકુમાર યાવત્ સ્તનિત કુમારોના દક્ષિણાત્ય અને ઉત્તરીય ઈંદ્રોના નામ આ પ્રમાણે છે. દક્ષિણાત્ય ઈંદ્ર.- ૧. ચમર, ૨. ધરણ, ૩. વેણુદેવ, ૪. હરિકત, ૫. અગ્નિશિખ, ૬. પૂર્ણ, ૭. જલકાંત, ૮. અમિતગતિ, ૯. વેલંબ, ૧૦. ઘોષ. ઉત્તરીય ઈંદ્ર - ૧. બલિ, ૨. ભૂતાનંદ, ૩. વેણુદાલિ, ૪. હરિસ્સહ, ૫. અગ્નિમાણવ, ૬. વિશિષ્ટ, ૭. જલપ્રભ, ૮. અમિતવાહન, ૯. પ્રભંજન, ૧૦, મહાઘોષ.
ભવનવાસી ઈંદ્રોમાં ચમરની અને બિલની પાંચ-પાંચ અગ્રમહિષિઓ છે તથા નાગકુમા૨ેન્દ્ર યાવત્ સ્તનિતકુમારેન્દ્ર પર્યંન્ત પ્રત્યેકની છ-છ અગ્રમહિષિઓ છે.
દિશાકુમારીઓ તેમજ વિદ્યુત્તુમારીકાઓના એક અપેક્ષાથી છ-છ તેમજ એક અપેક્ષાથી ચાર-ચાર નામ બતાવવામાં આવ્યા છે.
અસુરકુમારોના વર્ણ(રંગ) કૃષ્ણ, નાગો અને ઉદધિકુમારોના વર્ણ પંડુર (ધોળા અને પીળાનું મિશ્રણ), સુપર્ણો, દિશાકુમારો અને સ્તનિતકુમારોનો કસોટીના પથ્થર પર કરવામાં આવેલી સુવર્ણરેખાના જેવો ગૌર વર્ણ, વિદ્યુત, અગ્નિ અને દ્વીપકુમારોનો તપાવેલા સુવર્ણ જેવા અને વાયુકુમારોનો પ્રિયંગુની સમાન શ્યામ વર્ણ છે.
આ પ્રમાણે વસ્ત્રોના વર્ણ-અસુરોના લાલ, નાગો, ઉદધિકુમારોના સિલિંધ પુષ્પોની પ્રભા જેવો, સુપર્ણદિશા અને સ્તનિત કુમારોનો આસાસગ વૃક્ષના વર્ણ જેવો, વિદ્યુત, અગ્નિ અને દ્વીપકુમારોનો નીલો તથા વાયુકુમા૨ોનો સંધ્યારાગ સમાન લાલ છે.
ચમરના ચોસઠ હજાર સામાનિક દેવ અને એનાથી ચારગણા (બે લાખ છપ્પન હજાર) આત્મરક્ષક દેવ છે.
Jain Education International
70
For Private Personal Use Only
www.jainelibrary.org