________________
૫૮
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
સિદ્ધ પરમાત્માને પ્રથમ નમસ્કાર કર્યા પછી બીજા નમસ્કાર શ્રીઅરિહંત દેવને કર્યા છે. કેવા છે શ્રી અરિહંત દેવ?
જેમણે મુખ્ય ઘાતિ કર્મોરૂપી શત્રુઓ ઉપર સંપૂર્ણ વિજ્ય મેળવ્યો હોવાથી તેમને સયોગી કેવળી નામનું તેરમું ગુણસ્થાન પ્રગટ્ય છે; જેમને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એવા ચાર અભ્યતર ગુણો જે અનંત ચતુષ્ટય કહેવાય છે તે પ્રગટ થયા છે; જેમને ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાર્ય એમ ૪૨ બાહ્ય ગુણો પ્રગટ થયા છે અને જે ૧૮ દોષ રહિત હોય છે; એવા શ્રી અરિહંત દેવ છે.
આમ સાધક અહીં સર્વ જીવોના સર્વ ભયને ટાળનારા એવા આ બંન્ને ઈષ્ટદેવોને અત્યંત ભક્તિભાવપૂર્વક નિરંતર વંદન કરવાનો સંકલ્પ કરે છે. ૨. પંચપરમેષ્ઠિ વંદના:
અરિહા સિદ્ધ સમરું સદા, આચારજ ઉવઝાય; સાધુ સકળકે ચરનકું, વંદું શિષ નમાય. ૨.
આ બીજા દોહરામાં શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કર્યા છે. અરિહંત કહેતા મુખ્યત્વે તીર્થકર દેવ, જે પરમપદને બતાવનાર હોવાથી તેમને અહીં પ્રથમ સ્મરણ કર્યા છે. નમસ્કાર મહામંત્રમાં પણ આ જ ક્રમ મૂક્યો છે. તેઓ વીતરાગી, સર્વજ્ઞ અને હિતોપદેશી હોવાથી સર્વ પ્રકારે પૂજ્ય છે. તેમના વચનાતિશય વડે લોકમાં ધર્મતીર્થ પ્રવર્તે છે તેથી જ તેમને અહીં પ્રથમ સ્મરણમાં લીધા છે. ત્યારપછી સિદ્ધ પરમાત્માને ભક્તિભાવથી સંભાર્યા છે. સ્મરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org