________________
૧૬૦
બૃહદ્ - આલોચનાદિ સંગ્રહ
- “ઊઠતાં, બેસતાં, સૂતાં, હાલતાં-ચાલતાં, શસ્ત્ર, વસ્ત્ર, મકાનાદિક ઉપકરણો ઉઠાવતાં, મૂકતાં, લેતાં, દેતાં, વર્તતાં વર્તાવતાં, અપડિલેહણા-દુપડિલેહણા સંબંધી, અપ્રમાર્જના-દુઃપ્રમાર્જના સંબંધી, અધિકી-ઓછી, વિપરીત પૂંજના પડિલેહણા સંબંધી અને આહાર વિહારાદિક નાના પ્રકારના ઘણા ઘણા કર્તવ્યોમાં સંખ્યાતા, અસંખ્યાતા અને નિગોદ આશ્રયી અનંતા જીવના જેટલા પ્રાણ લૂટ્યાં, તે સર્વ જીવોનો હું પાપી, અપરાધી છું. નિશ્ચય કરી બદલાનો દેણદાર છું. સર્વ જીવ મને માફ કરો. મારી ભૂલચૂક, અવગુણ, અપરાધ સર્વે માફ કરો.....” શબ્દાર્થ: (૧) ઉપકરણો = સાધન સામગ્રી, (૨) અપડિલેહણા = ધ્યાનપૂર્વક બરાબર ન જોવું - ન તપાસવું, (૩) દુપડિલેહણા = જ્યાં જોવાની – તપાસવાની જરૂર ન હોય ત્યાં જોવું અને જ્યાં જોવાની જરૂર હોય ત્યાં ન જોવું, (૪) અપ્રમાર્જના = યત્નાપૂર્વક સાફસફાઈ કરવી જ નહીં, (૫) દુ:પ્રમાર્જના = અયત્નાપૂર્વક સાફ સફાઈ કરવી, (૬) પાડેલેહણા = ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવું. ભાવાર્થ : હે પ્રભુ ! મારી પ્રત્યેક શારીરિક ક્રિયાઓ કરતી વખતે અને વસ્ત્રાદિ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે, જોઈએ એવી યત્ના મેં પાળી નથી, અથવા બિલકુલ અયત્નાપૂર્વક જ હું વર્યો છું. અને અન્ય પાસે એવું જ વર્તન મેં કરાવ્યું છે.વળી આહાર, વિહારાદિ અનેક કાર્યો કરતી વખતે અનંત જીવોના મેં પ્રાણ હણ્યા છે. તે સર્વ જીવોનો હું અપરાધી છું. તે સર્વ જીવો મારા આ દુષ્કૃત્યોનો બદલો લઈ શકે છે; પરંતુ તે સર્વ જીવોની અત્યારે હું માફી માંગું છું. હે કરુણાના સાગર! તે સર્વ અપરાધોની મને માફ આપજો. (અહીં જોઈ શકાય છે કે અમુક પ્રાણીવધ, મુખ્યતાએ એકેન્દ્રિય જીવોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org