Book Title: Bruhad Alachonadi Padya Sangrah
Author(s): Lala Ranjeetsinh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 213
________________ બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ અનાદિકાળથી હું વિષય કહેતાં પંચેન્દ્રિયના સર્વ વિષયોમાં, વચન કહેતાં મન, વચન અને કાયાના ત્રણેય યોગથી અને આહાર કહેતાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારેય સંજ્ઞાઓમાં, તન્મયપણે વર્તતો હોવાથી, મને પરપદાર્થોમાં પરિગ્રહ અને મમતાભાવ રહ્યા કરે છે. તેથી હું તે તે પદાર્થોનો અંતરથી ત્યાગ કરી શકતો નથી. અજ્ઞાની જીવ, પરપદાર્થોમાંથી સુખ મળશે તેવી વિપરીત માન્યતાથી પીડાતો હોવાથી તેમાં મુંઝાયા કરે છે અને સંગ્રહ કરવાના વ્યર્થ પ્રયત્નો કર્યા કરે છે, પરિણામે રાગ-દ્વેષના વિકારી ભાવો કરી અનંત સંસાર વધારે છે. સાધક અહીં કહે છે કે મારા જેવા આ પતિતને એટલે કે મારામાં ઉદય પામતા આવા પાપને હું વારંવાર ધિક્કારું છું . આમ સાધક પણ અહીં પોતાની મલિન અવસ્થાનો સ્વીકાર કરે છે અને ... નિરંતર થતાં આવા દોષોને નિંદે છે. સર્વોત્તમ ભાવનાઃ- કામી પટી લાલચી, ઋણ લોહકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. ૧૯૮ ૧૦. હે પ્રભુ! હું કામી કહેતા અત્યંત વિષયાભિલાષી, કપટી કહેતા માયાચારી-દગાબાજ, લાલચી કહેતા સ્વાર્થી એટલે કે કંઈક ને કંઈક ખોટી રીતે મેળવી લેવાની ઈંતેજારી રાખ્યા કરવાવાળો અને વળી લોખંડ જેવો અતિ કઠોર, અવગુણોવાળો જીવ છું. એટલે કે મારામાં વૈરાગ્ય, સરળતા, કોમળતા, કરુણાદિ જેવા ગુણોનો અંત૨થી અભાવ વર્તે છે. પરમ કૃપાળુ દેવ ‘અંતિમ સંદેશ’ની નવમી કડીમાં કહે છે કે, “મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર.” (વ.પૃ.૬૫૯) Jain Education International ૧૦. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226