________________
૨૦૬
બૃહદ્ - આલોચનાદિ વધ સંગ્રહ
જેમ સમુદ્રને પાર કરવા માટે જહાજના આશ્રયની જરૂર પડે છે તેમ સાધકને સંસારરૂપી રત્નાકર પાર કરવા માટે વીતરાગદેવરૂપી જહાજના આશ્રયની જરૂર પડે છે. ભગવાનનો આશ્રય કરવો એટલે ભગવાનના દ્રવ્ય, ગુણો અને પર્યાયને જાણી તેમના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરવી. જેથી પોતાની શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટ થાય. સાધક અહીં પ્રાર્થના કરે છે કે હે ભરતક્ષેત્રના આ કાળના શાસનનાયક મહાવીર પ્રભુજી! મારી પણ આ સાધનારૂપી પારમાર્થિક દોડ આપ સુધી પહોંચવા માટેની જ છે. એટલે કે આપના જેવા થવા માટેની છે. જેમ સમુદ્રમાં જહાજ ચાલી રહ્યું હોય અને તેની ઉપર કોઈ એક પક્ષી બેઠું હોય; ત્યારે મધદરિયે, તે પક્ષી ઉડી ઉડીને બીજે ક્યાં જાય? તેનું આશ્રયસ્થાન હવે તે જહાજ જ છે. તેમ હે પ્રભો! હું માનવભવ પામ્યો છું. અને વળી ભવસાગરમાં ભટકી રહ્યો છું. આપનો મને આશરો મળ્યો છે. તો હવે આપનું અને આપના શાસન એટલે કે આપે પ્રણીત કરેલો વીતરાગ ધર્મ સિવાય મારે માટે સુરક્ષિત સ્થાન બીજું કોઈ મને દેખાતું નથી. ૧૯. ગુરુદેવને નિવેદન --
ભવભ્રમણ સંસાર દુઃખ, તાા વાર ન પાર; નિલભી સદ્ગુરુ બિના, કવણ ઉતારે પાર. ૧૯.
આગળના દોહરામાં વર્ધમાનસ્વામી ઉપલક્ષથી સર્વ અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન શરણરૂપ છે તેમ બતાવ્યું હતું. હવે અહીં સગુરુ ભગવંત ઉત્તમ શરણરુપ છે તેમ બતાવ્યું છે. પંચપરમેષ્ઠિમાં પહેલાં બે પદ ભગવાનના છે અને છેલ્લા ત્રણ પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org