Book Title: Bruhad Alachonadi Padya Sangrah
Author(s): Lala Ranjeetsinh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 222
________________ બૃહદ્ આલોચનાદિ uધે સંગ્રહ મુનિ ભગવંતોના છે એટલે કે નિગ્રંથગુરુના છે. સાધક અહીં કહે છે કે હે પરમકૃપાળુ સદ્ગુરુદેવ! અનાદિકાળના મારા સંસાર પરિભ્રમણમાં અજ્ઞાનવશ મેં આધિ, વ્યાધિ, ઉપાધિ અને જન્મ, જરા, મરણ જેવા પારાવાર - પાર વગરના એટલે કે અનંત અસહ્ય દુઃખો સહન કર્યો છે. આ દુઃખોમાંથી આપ જેવા નિઃસ્પૃહી અને નિર્મોહી સદ્ગુરુદેવ સિવાય બીજુ કોણ પાર ઉતારી શકે? આ સર્વ દુઃખોનું મુખ્ય કારણ માત્ર, મારામાં રહેલું અગૃહિત મિથ્યાદર્શન છે. જ્યાં સુધી શુદ્ધ સમકિત પ્રગટે નહીં ત્યાં સુધી અંશ માત્ર પણ સાચું સુખ ન પ્રગટે. ખરેખર તો ધર્મની શરૂઆત જ સમ્યગ્દર્શનથી થાય છે. ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ના બારમા દોહરાના અર્થમાં ૫૨મકૃપાળુદેવ જણાવે છે કે “સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહિ અને સ્વરૂપ સમજયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે’(વ.પૃ.૫૩૩). આમ સદ્ગુરુના અવલંબનથી જીવને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, અને મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે. સાધક અહીં સદગુરુનું અંતરથી શરણ ગ્રહણ કરે છે. વ્યવહારથી સન્દેવ તથા સદ્ગુરુ ઉત્તમ શરણરૂપ છે અને નિશ્ચયથી પોતાનો જ્ઞાયકદેવ જ શરણરૂપ છે. ― “શ્રી પંચપરમેષ્ઠી ભગવંત ગુરુદેવ મહારાજ, આપની સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર, તપ, સંયમ, સંવર, નિર્જરા આદિ મુક્તિમાર્ગ યથાશક્તિએ શુદ્ધ ઉપયોગ સહિત આરાધન, પાલન, સ્પર્શન કરવાની આજ્ઞા છે. વારંવાર શુભ ઉપયોગ સંબંધી સજ્ઝાય, ધ્યાનાદિક અભિગ્રહ-નિયમ પચખાણાદિ કરવા, કરાવવાની, સમિતિ-ગુપ્તિ આદિ સર્વ પ્રકારે આજ્ઞા છે.” Jain Education International ૨૦૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226