________________
૨૦૪
બૃહદ્ આલોચનાદિ પદ્યે સંગ્રહ
પ્રભો! મારી ભોગવૃત્તિ ભયંકર છે. હું સર્વભક્ષી અગ્નિ સમાન બની ગયો છું. બસ, ભોગ જ મારું લક્ષ્ય બની રહ્યું છે. હું અપછંદઈચ્છાનુસા૨, ખોટા વ્યવહાર કરવાવાળો અવિનીત છું. હું મને ધાર્મિક કહેવડાવું છું. પરંતુ મારામાં રહેલી ઠગારી વૃત્તિઓ હજુ ક્યાં બંધ થઈ છે? હું મને પોતાને અને અન્યને પણ ઠગ્યા કરું છું. આવો મારો દોષિત વ્યવહાર મને સુખકારી કેવી રીતે થઈ શકે? તે તો મને દુ:ખદાયી જ નીવડે, તે હું સમજુ તો છું પણ મોહથી લાચાર છું. હે નાથ! મને આ અપરાધોથી બચાવો.
૧૬. ઘર છોડ્યું તો બીજે વળગ્યો:--
હા ભયો ઘર છાંડકે, તજ્યો ન માયા સંગ; નાગ ત્યજી જિમ કાંચલી, વિષ નહિ તજિયો અંગ. ૧૬. આ દોહરામાં મુખ્યતાથી આશ્રમોમાં અથવા નિવૃત્તિક્ષેત્રમાં રહેતા સાધકો માટેનું ચિંતન છે. અહીં સાધક પ્રભુને કહે છે કે હે પ્રભો! મને મારી સ્થિતિનો વિચાર આવે છે કે, મેં મારું ઘરબાર, કુટુંબ-પરિવાર આદિ બાહ્ય વૈભવ તો છોડ્યા પણ તેથી શું થયુ? જે છોડ્યા વગર આત્મશુદ્ધિ થઈ જ ન શકે તે તો મેં હજુ છોડ્યા જ નથી. એટલે કે મેં હજુ માયા-છળકપટ તો છોડ્યા નથી અને સંગ કહેતા પરપદાર્થોમાં આસક્તિનો ભાવ પણ ક્યાં છોડ્યા છે? અથવા માયાસંગ શબ્દોને સંધિ રૂપે સાથે લઈએ તો અર્થ થશે - પરિગ્રહના ભાવ મેં હજુ ક્યાં છોડ્યા છે? મારી તો પ્રભુ નાગ જેવી સ્થિતિ છે કે જેમ નાગ પોતાની ઉપરથી કાંચલી એટલે કે ચામડીનો ત્યાગ તો કરે છે પણ પોતામાં રહેલું ઝેર તો અંશ માત્ર પણ છોડતો નથી. સાધક, આમ માયાના સંગમાંથી છૂટવાની અને પરમાર્થમાં યોગ્યતા વધા૨વાની ઉત્તમ ભાવના ભાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
WAR
www.jainelibrary.org