________________
૨૦૨ '
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ જેથી તેના ફળ સ્વરૂપે, સાધકને શુદ્ધ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જે ક્રમશઃ આગળ વધીને, પૂર્ણ સમાધિદશા-મોક્ષદશા સુધી પહોંચાડે છે. સાધક આવી સમાધિ પામી મુક્તિસુખ પામવાની અંતરથી ભાવના ભાવે
છે.
૧૪. અવિવેક એ જ અજ્ઞાન --
સુસા જૈસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મડી જાલ બિછાયકે, કશું આપ ધિક્કાર. ૧૪.
સાધક અહીં પોતામાં થતાં દોષોને નીચે પ્રમાણેના બે રૂપક સાથે સરખાવી, તેને ધિક્કારે છે. પહેલા રૂપકમાં, સુસા કહેતા સહરાના રણમાં થતું, ઊડી ન શકે તેવું, શરીરથી ખૂબ મોટુ અને વજનમાં ખૂબ ભારે એવું પક્ષી, જેને શાહમૃગ કહે છે. (આ “સુસા' શબ્દ સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી પણ “શાહમૃગ જેવો અર્થ અહીં બેસે છે). તેને માટે એમ કહેવાય છે કે જ્યારે દિવસે કોઈક શિકારી તેને મારવા માટે તેની પાછળ પડે, ત્યારે તે પોતાની આંખ બંધ કરીને રેતીમાં માથું નાંખી દે છે અને અંધારુ વહોરી લે છે. જાણે પોતે કાંઈ ન જોઈ શકે તેથી શિકારી પણ તેને ન જોઈ શકે તેવી ખોટી કલ્પના કરે છે. આમ પોતાના જ વિવેકપણાના અભાવને કારણે, તે શિકારીના હાથમાં ફસાય છે અને મરણને શરણ થઈ જાય છે. તેવી જ રીતે અજ્ઞાની જીવો અનાદિકાળથી, મોહનીય કર્મના ઉદયમાં અંધ બની, અવિવેકપણાને લીધે, વ્યર્થ કલ્પનાઓ કરી, વિભાવ ભાવોમાં ફસાય છે. પેલું પક્ષી તો એક જ વાર મરણને શરણ થાય છે પણ અજ્ઞાની જીવો તો ભવોભવ આમ ભાવમરણને શરણ થયા કરે છે. બીજું રૂપક મકડી એટલે કે કરોળિયાનું આપે છે. જેમ કરોળિયો પોતે જ પોતાની લાળથી જાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org