Book Title: Bruhad Alachonadi Padya Sangrah
Author(s): Lala Ranjeetsinh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 215
________________ ૨૦૦ . બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ તે અંતરના ઉપયોગપૂર્વક સ્વરૂપલક્ષે થતા નથી. માટે, હે કરૂણાના ભંડાર કૃપાળુ ભગવાન! હું આપનું શરણ સ્વીકારું છું. મારા જેવા ગુણ-હીન સાધક માટે આપનું શરણ એ જ એક આધાર છે. તેથી તે દયાળુ! આ ગરીબને શરણું આપજો, જેથી મારી સર્વ પારમાર્થિક ક્રિયાઓ સફળ થાય અને હું મોક્ષમાર્ગમાં જલ્દીથી યોગ્ય પ્રગતિ કરી શકું. ૧૨. મારી લાજ રાખજો, હે પ્રભુ -- નહિ વિધા નહિ વચનબળ, નહિ ધીરજ ગુણ જ્ઞાન; તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. ૧૨. આ દોહરો પણ ઉપરના નવ નંબરના દોહરાના રચયિતા તુલસીદાસ કવિની રચનામાંથી લીધો હોય તેમ લાગે છે. અહીં તુલસીદાસ એટલે કે સાધક પોતે પરમાર્થ માર્ગમાં પોતાની લઘુતા બતાવતા કહે છે કે હે દીનદયાળુ પ્રભુ! મારામાં, વિદ્વત્તા નથી એટલે કે ઊંડી સમજણનો અભાવ છે; વાચા શક્તિ નથી, જેથી સ્વાધ્યાયનું બીજું અંગ જે “પૃચ્છના છે તે મારામાં વચનબળના અભાવના કારણે, ઉપયોગી થતું નથી, જેથી મારી પારમાર્થિક આશંકાઓ દૂર થતી નથી, પરિણામે શાસ્ત્ર-અધ્યયનરૂપ સ્વાધ્યાય નામનું ઉત્તમ તપ હું યોગ્ય રીતે કરી શકતો નથી; મારામાં ધીરજ નો અભાવ છે – એટલે કે મને ચારિત્રમાં સ્થિરતા આવતી નથી અને વળી જ્ઞાનગુણ કહેતા સમ્યજ્ઞાનનો પણ અભાવ હોવાને કારણે અને ઉપલક્ષથી સમ્મશ્રદ્ધા ગુણના અભાવને કારણે મારી આત્મભ્રાંતિ દૂર થતી નથી. સાધક અહીં પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! આમ આત્મવિકાસ કરવા માટેના કોઈ વિશિષ્ટ ગુણ મારામાં નથી. તેથી આવા મહાદોષોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226