________________
૧૬૮
વૃદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
ભાવાર્થ : બાહ્ય પરિગ્રહ સચિત અને અચિત એમ બે પ્રકારે હોય છે. ગૃહસ્થની અપેક્ષાએ સચિત, અચિત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે પણ હોય છે. જેમ કે હાથી, ઘોડા, ગાય વગેરે સચિત પરિગ્રહ છે. સોનું, ચાંદી, મકાન વગેરે અચિત પરિગ્રહ છે, અને વસ્ત્રાભૂષણથી સજ્જિત એવા દાસ, દાસી, પુત્ર, સ્ત્રી આદિ તે મિશ્ર પરિગ્રહ છે. સાધુ-સાધ્વીઓના વસ્ત્ર, પાત્ર, પુસ્તક, પીંછી, કમંડળ આદિને પણ કોઈ અપેક્ષાએ પરિગ્રહમાં લેવાય છે. અહીં ગ્રંથકારે રાત્રિભોજન અને અભક્ષ્ય આહારને પણ પરિગ્રહમાં લઈ લીધાં છે. આ બંને ક્રિયાઓ શ્રાવકના “અહિંસાદિ અણુવત’ અને ‘ભોગપભોગપરિમાણ નામના શિક્ષાવ્રતમાં આવે છે. વળી રાત્રિભોજનત્યાગ તે છઠ્ઠી પ્રતિમામાં પણ આવે છે. તેથી જ આ બંન્ને પાપોની આલોચના અહીં પાંચમા પાપસ્થાનકમાં ગર્ભિત કરી દીધી છે. તેના બે કારણો હોઈ શકે. એક તો આ આલોચનાઓ પાપના ક્રમ અનુસાર છે. વ્રતના ક્રમ અનુસાર નથી. અને બીજું પરિગ્રહ ત્યાગમાં, દૈહિક ભોગોપભોગના પદાર્થોની અને વૈષયિક પદાર્થોમાં થતી મમતા - આસક્તિનો ત્યાગ પણ આવશ્યક છે. રાત્રિભોજન અને અભક્ષ્ય પદાર્થોનું સેવન તે દેહાદિની મમતાના કારણે જ થતાં હોય છે. આમ અહીં આલોચના કરતાં સાધક કહે છે કે હે પ્રભો ! મેં બાહ્યાંતર પરિગ્રહ, રાત્રિભોજન, અભક્ષ્ય આહાર વગેરે કર્યા, કરાવ્યાં અને કરતાં પ્રત્યે અનુમોઘાં છે. તેથી મને જે પાપ-દોષ લાગ્યાં તે સર્વને હું વારંવાર ધિક્કારું છું. તે સર્વે મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું આ સર્વ પરિગ્રહનો સર્વથા પ્રકારે ત્યાગ કરી, સંસારના સર્વ પ્રપંચોથી નિવર્તીશ, તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org