Book Title: Bruhad Alachonadi Padya Sangrah
Author(s): Lala Ranjeetsinh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 194
________________ બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ ૧૭૯ સ્વરૂપની વિરાધના કરી; ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પોસહ, પ્રતિક્રમણ, ધ્યાન, મૌનાદિ નિયમ, વ્રત, પચ્ચખાણ, દાન, શીલ, તપાદિની વિરાધના કરી; પરમ કલ્યાણકારી આ બોલોની આરાધના, પાલના આદિક મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ: (૧) અર્થે = પ્રયોજનથી (૨) અનર્થે = અપ્રયોજનપૂર્વક - કારણ વગર (૩) કામવશે = ઈચ્છા થઈ માટે કર્યું. અહીં વિષયો અને વાસનાની મુખ્યતા છે. (૪) મોહવશે = શ્રદ્ધા અને ચારિત્રની વિકૃતિને કારણે અથવા અવિવેકના કારણે (૫) સ્વવશે = સ્વાધીનતાથી (૬) પરવશે = પરાધીનતાથી (૭) પૌગલિક પ્રપંચ = જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ; દેહાદિ નોકર્મ અને અઢારેય પ્રકારના પાપભાવો તે ભાવકર્મ. આમાં લેશ્યા પણ આવી જાય – લેગ્યા એટલે કષાયથી અનુરંજિત યોગ. વેશ્યા છ પ્રકારની છે – કૃષ્ણ, નીલ, કાપો, પીત, પદ્મ અને શુકલ – આ બધોય પુદ્ગલનો વિસ્તાર ગણાય છે. (૮) પરગુણ પર્યાયમાં ભૂલ = પરપદાર્થોના ગુણો અને તેની પર્યાયોમાં વગુણ અને સ્વપર્યાયોના વિકલ્પ થવા તથા સ્વગુણ અને સ્વપર્યાયોમાં પરગુણ અને પરપર્યાયોના વિકલ્પ થવા. આવી ભૂલોને કારણે વિરાધના થાય છે. - તત્ત્વની વિપરીત શ્રદ્ધાન. ભાવાર્થ: હે પ્રભુ! મેં આ અઢારેય પાપસ્થાનક તે મારા સ્વચતુષ્ટયથી પ્રયોજન સહિત કે પ્રયોજન રહિત, મન, વચન અને કાયાના યોગે કરી, સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો. વળી તે સર્વ પાપો જાણતાં કે અજાણતાં ધર્મઅર્થે , કામવશે, મોહવશે, સ્વવશે, પરવશે કર્યા. આ સર્વ પાપો મેં દિવસે કે રાત્રિ દરમ્યાન કર્યા, એકલા હાથે કર્યા કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226