________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૯૫ અને શુદ્ધ જૈન ધર્મને પામ્યો હોવા છતાં પણ જો હું, વિષય અને કષાયમાં મોહવશ વર્તન કરું, એટલે કે પર પદાર્થોમાં અહંતા અને મમતાના વિકારી ભાવો કરી અને તેની પ્રાપ્તિ કે અપ્રાપ્તિના પ્રસંગમાં રાગદ્વેષ કરું, તો જેમ જે પાણી આગ બુઝાવવામાં કામ લાગે તેમાં જ જો આગ લાગે તો તે આશ્ચર્યકારક જ ઘટના ગણાય, તેમ મારા જેવા આત્માર્થી સાધક માટે આવું અપરાધી વર્તન થાય તે ખૂબ અચંબો પમાડનારી બીના ગણાય. આમ સાધક પોતાની આવી અયોગ્ય દશાની કબૂલાત કરી તેમાંથી છૂટવા માટે આલોચના કરે છે, જેથી તે વિષય અને કષાયમાંથી નિવૃત્તિ પામી, જલ્દીથી આત્મશુદ્ધિ પામે, અને અંતિમ લક્ષ્યને સિદ્ધ કરે. ૭. મોહના કારણો --
એક ક્નક અરુ ામિની, દો મોટી તરવાર; ઊડ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર. ૭.
સાધક અહીં પોતાની વર્તમાન પરિણતિની દશાનો ઉલ્લેખ કરતાં કહે છે કે હે પ્રભુ! એક બાજુ કનક - સોનું, અર્થાત્ પરિગ્રહ અને બીજી બાજુ કામિની – સ્ત્રી અર્થાત્ ભોગસામગ્રી; આ બંને મોટી જોરદાર તરવારો મારા માથે ભમી રહી છે. જે મારા આધ્યાત્મિક જીવનનો નાશ કરવાવાળી નીવડી રહી છે. જ્યારે હું, જિનદેવની આજ્ઞા પ્રમાણે ભજન કરવા એટલે કે ભાવપૂર્વક ભક્તિ અને આરાધના કરવા માટે તત્પર થાઉં છું ત્યાં તે તરવારો એટલે કે તેનાથી થતાં અશુભ વિકલ્પો મારા સાધક જીવનમાં વચ્ચે આવી અને વિક્ષેપ પમાડી, મને સાધનામાં મારે છે એટલે કે અસાવધાન કરી દે છે.
Jain Education International
For Private & Personal Use Only..
.
.W
A _jainelibrary.org