________________
બૃહદ્ – આલોચનાદિ પદ્ય સંગ્રહ
૧૯૩
મગસેલીઆ પથ્થર જેવો કે મગમાં રહેલા કોરડુ મગ જેવો થઈ રહ્યો છું. કારણ કે ગુરુદેવ તરફથી સસંગરૂપી જે આગમજ્ઞાનની વર્ષા વરસે છે તેની મને જોઈએ તેવી અસર થતી નથી, એટલે કે હું જ્ઞાનરસથી ભીંજાતો નથી કે નરમ થતો નથી. મારામાં જ્ઞાનબળ અને ઉપલક્ષથી વૈરાગ્યબળ કે ઉપશમબળ વર્ધમાન થવા પામતા નથી. વળી ગુરુદેવની ચરણોપાસના પણ કરી શકતો નથી એટલે કે તેમની આજ્ઞા પ્રમાણે હું વર્તતો નથી, તો હવે મારું પારમાર્થિક કાર્ય કેવી રીતે સિદ્ધ થઈ શકે? આમ મને વારંવાર વિચાર આવે છે કે આવી સ્થિતિમાં હું મોક્ષમાર્ગમાં આગળ પ્રગતિ કેવી રીતે કરી શકીશ? સાધક અહીં પોતાની જાતને પોતામાં ઉત્પન્ન થતાં મિથ્યાત્વ મોહનીય ભાવકર્મને ‘ ધિક્કારે છે. ૫. વિષયોથી થતાં કષાયો --
જાને દેખે જે સુને, દેવે સેવે મોય; અપરાધી ઉન સબનને, બદલા દેશું સોય. ૫.
જીવ મુખ્યત્વે ચૈતન્યસ્વરૂપ હોવાને લીધે, જાણવું અને દેખવું તે તેનો સહજ અને મુખ્ય સ્વભાવ છે. પણ અજ્ઞાની જીવ જ્યારે શેય પદાર્થોને ઈન્દ્રિયો દ્વારા જાણવાની ક્રિયા કરે છે ત્યારે તેનું જ્ઞાન તે પદાર્થો સાથે તલ્લીન થઈ જવાથી પોતે જ્ઞાનાકાર રહેવાને બદલે જોયાકાર થઈ જાય છે અને સારા નરસાના ભાવો કરી રાગ અથવા વૈષ કરે છે. જેથી તેને અનંત કર્મબંધન થાય છે. પરમ કૃપાળુ દેવ ઉપદેશ છાયા પાંચમાં જણાવે છે કે “ભાવજીવ એટલે આત્માનો ઉપયોગ જે પદાર્થમાં તાદાભ્યરૂપે પરિણમે તે રુપ આત્મા કહીએ. જેમ ટોપી જોઈ, તેમાં ભાવજીવની બુદ્ધિ તાદાભ્યપણે પરિણમે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org