________________
૧૯૪
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
ટોપીઆત્મા કહીએ. જેમ નદીનું પાણી, તે દ્રવ્ય આત્મા છે, તેમાં ક્ષાર, ગંધક નાંખીએ તો ગંધકનું પાણી કહેવાય. લૂણ નાંખીએ તો લૂણનું પાણી કહેવાય. જે પદાર્થનો સંજોગ થાય તે પદાર્થરૂપ પાણી કહેવાય. તેમ આત્માને જે સંજોગ મળે તેમાં તાદાભ્યપણું થયે, તે જ આત્મા તે પદાર્થરૂપ થાય. તેને કર્મબંધની અનંત વર્ગણા બંધાય છે, અને અનંત સંસાર રઝળે છે. પોતાના ઉપયોગમાં, સ્વભાવમાં આત્મા રહે તો કર્મબંધ થતો નથી.” (વ.પૃ.૬૯૮) સાધક આવા દોષોની કબૂલાત કરતા કહે છે કે હે પ્રભુ! જે જે પદાર્થોને હું દેખીને, સાંભળીને, ઉપલક્ષથી બીજી અન્ય ઈન્દ્રિયોથી અને મનથી જાણીને, અથવા કોઈને દાનાદિ દેતી વખતે, મારી સેવાચાકરી થતી હોય તે વખતે ઉપયોગની અસાવધાનીથી મારાથી કાષાયિક ભાવ થઈ ગયા હોય તો, તે સર્વનો હું અપરાધી હોવાને લીધે તે બદલાનો દેણદાર છું. કારણ કે હિસાબ મારે ચૂકવવો પડશે તે નિશ્ચિત જ છે. આમ સાધક પોતામાં થતા દોષોનું હૃદયથી પ્રભુ સમક્ષ આલોચના કરે છે, અને ભાવિકાળમાં ન કરવાનો સંકલ્પ કરે છે. ૬. પાણીમાં આગ લાગે તે આશ્ચર્ય --
જૈન ધર્મ શુદ્ધ પાયકે, વરતું વિષય ક્યાય; એહ અચંબા હો રહ્યા, જલમેં લાગી લાય. ૬.
જૈન દર્શનમાં ધર્મની મુખ્ય ચાર પ્રકારે વ્યાખ્યા કરી છેઃ (૧) વસ્તુનો જે સ્વભાવ, તે જ તેનો ધર્મ, (૨) ઉત્તમ ક્ષમાદિ દસ લક્ષણ ધર્મ, (૩) સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર એટલે કે રત્નત્રય એ ધર્મ અને (૪) અહિંસા એ જ પરમ ધર્મ. આમ અહીં સાધક આલોચના કરતા કહે છે કે હે જિનેશ્વર ભગવાન! આપથી પ્રણિત એવા આ ઉત્તમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org -