________________
હર્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
મતિની ન્યૂનતાથી અને મોહનીય કર્મના ઉદયથી એકાંત મતાગ્રહમાં તણાઈ જાય છે. તેથી સદેવ, સદ્ગુરુ અને સત્શાસ્ત્રથી પ્રતિપાદિત સૂત્રો કે જેમાં ઘણો સૂક્ષ્મ સા૨ ગર્ભિત હોય,; અક્ષર થોડા હોય અને અર્થ સર્વવ્યાપક હોય જેવાકે, નવ તત્ત્વ, છ દ્રવ્ય, છ પદ આદિ વિષયોના સૂત્રોનું, પોતાની મતિ કલ્પનાથી અર્થઘટન કરે છે અને અન્ય સાથે ખોટા વાદવિવાદ અને ખંડન-મંડનમાં પડી જાય છે. પરિણામે સંઘર્ષ થતાં કષાય જન્મે છે, અને પોતાના જ આત્માને અનર્થદંડ કરે છે. ખરેખર તો સૂત્રાદિના અર્થો ગુરુગમથી જ સમજવા જોઈએ.
૧૯૨
આમ, અહીં સાધક પ્રભુ પાસે યાચના કરે છે કે હે પ્રભુ! મારાથી સન્દેવ, સદ્ગુરુ કે સત્શાસ્રથી પ્રતિપાદિત કોઈપણ પ્રકારના સૂત્રોના કે નવ તત્ત્વાદિ વિશેના અર્થ કરતી વખતે સ્વચ્છંદથી કોઈપણ જાતની અધિકી કે ઓછી વિપરિતતા થઈ ગઈ હોય તો તે સર્વ ભૂલોની હું અંતઃકરણપૂર્વક ક્ષમા માંગું છું. તે સર્વ મારા દુષ્કૃત્યો મિથ્યા થાઓ. ૪. મગસેલીઆ પત્થર જેવી દશાઃ-
હું મગસેલીઓ હો રહ્યો, નહીં જ્ઞાન રસભીંજ; ગુરુસેવા ન કરી શકું, ક્મિ મુજ કારજ સીઝ. ૪. મગસેલીઓ એક એવો વિશિષ્ટ પ્રકારનો તેલિયો પત્થર છે કે તેની ઉપર ગમે તેટલો મેઘ વ૨સે તો પણ તે ભીંજાય નહીં, એટલે કે કોરો અને કોરો જ રહે છે. વળી તેનો બીજો અર્થ એવો પણ થઈ શકે છે કે મગમાં રહેલા કોરડુ મગને ગમે તેટલી વાર બાફવા મુકીએ તો પણ તે નરમ પડતા નથી એટલે કે કડક જ રહે છે. અહીં સાધક કહે છે કે હે જિનેશ્વર દેવ! અનાદિકાળના કુસંસ્કારોને કારણે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org