________________
બૃહદ્
આલોચનાદિ પદ્ય સંગ્રહ
અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. તેમાં પુણ્ય અને પાપ ઉમેરાતાં તત્ત્વ નવ પણ થાય છે. આ નવ તત્ત્વને નવ પદાર્થ પણ કહે છે. આ તત્ત્વોને શેય, હેય અને ઉપાદેય આમ ત્રણ વિભાગોમાં શાસ્ત્રકારોએ વિવેકપૂર્વક વિભાજીત કર્યાં છે. જ્ઞેય તત્ત્વ એટલે કે જાણવા યોગ્ય તત્ત્વો - સામાન્યપણે સાતેય છે, પણ વિશેષપણે માત્ર અજીવ તત્ત્વ છે. આ અજીવ તત્ત્વમાં મુખ્યતાએ પુદ્દગલ દ્રવ્ય છે. તે એક જ દ્રવ્ય રૂપી છે. માટે તે ઈન્દ્રિયગમ્ય બને છે. આ પુદ્ગલ દ્રવ્ય પોતે વિકાર કરે છે અને જીવદ્રવ્યને વિકાર થવામાં નિમિત્ત પણ બને છે. બાકીના ચાર દ્રવ્ય - ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે સર્વ અરૂપી દ્રવ્ય છે અને પોતાના સ્વભાવમાં જ રહે છે. કદી વિકારી થતાં નથી અને અન્યને વિકારી કરવામાં કદી નિમિત્ત પણ બનતા નથી. આશ્રવ અને બંધ (પુણ્ય અને પાપ સાથે) હેય તત્ત્વો છે એટલે કે ત્યાગવા યોગ્ય તત્ત્વ છે, કારણ કે તે જીવના વિકા૨ અને વિકારના કારણ છે. જેથી જીવને સંસાર પરિભ્રમણ કરવું પડે છે. સંવર, નિર્જરા અને મોક્ષ તે ત્રણેય તત્ત્વો સ્વભાવ અને સ્વભાવ પ્રાપ્તિના કારણ છે. જેથી જીવ સિદ્ધ થાય છે. માટે તે ત્રણેય તત્ત્વો ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા યોગ્ય તત્ત્વ છે. આ બધાય તત્ત્વો જીવના આશ્રયે જ છે. માટે જીવ તત્ત્વ આશ્રય કરવા યોગ્ય ઉપાદેય છે. આમ હવે આ તત્ત્વોનું જ્ઞેય, હેય અને ઉપાદેયનું કથન આવે છે. સાધક અહીં પહેલા જ્ઞેય તત્ત્વની વાત કરે છે.
"
૧૮૬
ભાવાર્થ : હે પ્રભુ ! એક એક પદાર્થથી લઈ, સંખ્યાત, અસંખ્યાત, અનંતાનંત પદાર્થોમાં જે જાણવા યોગ્ય પદાર્થો છે તેને સમ્યક્ પ્રમાણે મેં જાણ્યાં નહીં, તેની શ્રદ્ધા કરી નહીં, અને પ્રરૂપણા કરી નહીં, તથા તે સર્વમાં વિપરીતપણે શ્રદ્ધાન વગેરે કરી, કરાવી અને અનુમોદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org