________________
આલોચનાદિ પ સંગ્રહ
૧૮૯
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર)” (વ. પૃ. ૨૬૦). વળી આચારાંગ સૂત્રમાં અન્ય જગ્યાએ પણ આવે છે કે,
બૃહદ્
-
आणाए मामगं धम्मं ।
અર્થાત્ મારો ધર્મ આજ્ઞામાં છે.
જીવ આજ્ઞાની બહાર જે કાંઈ પ્રવૃત્તિ કરે છે તે સ્વચ્છંદ પ્રવૃત્તિ છે. સ્વચ્છંદી વ્યક્તિ વિષય અને કષાયોથી ભરેલો હોય છે. પોતાનો અહમ્ છોડી શકતો નથી અને આવા અહંકારી વ્યક્તિની સર્વ સાધના દોષિત હોય છે. તેથી જિનેશ્વરદેવની અને ઉપલક્ષથી સદ્ગુરુદેવની આજ્ઞાની બહાર અંશમાત્ર પણ પ્રવૃત્તિ સાધકથી થઈ જાય ત્યારે અંતઃકરણપૂર્વક આલોચના કરીને જ ભાવશુદ્ધિ કરવી જોઈએ.
હવે અહીં સાધક કહે છે કે હે જિનેશ્વર વીતરાગ ! આપની આજ્ઞાના પાલનમાં મેં જે પ્રકારનો પ્રમાદ કર્યો - સાવધાન ન રહ્યો અને મન-વચન-કાયાએ કરી રૂડી રીતે - સમ્યક્ પ્રકારે ઉદ્યમ કર્યો નહીં, કરાવ્યો નહીં અને અનુમોદ્યો નહીં અથવા આજ્ઞાની વિરુદ્ધ ઉદ્યમ કર્યો, કરાવ્યો, અનુમોઘો તથા એક અક્ષરના અનંતમા ભાગ માત્ર એટલે કે અતિ સૂક્ષ્મપણે, કોઈ સ્વપ્ર માત્રમાં પણ આપની આજ્ઞાથી ન્યૂન અથવા અધિક વિપરીતપણે પ્રવર્તના મેં કરી હોય તો તેને હું વારંવાર ધિક્કારું છું. તે મારા સર્વ દોષો મિથ્યા થાઓ. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું આપની આજ્ઞામાં ઉપલક્ષથી સદ્ગુરુદેવની આજ્ઞામાં સર્વથા પ્રકારે રૂડી રીતે અર્થાત્ સમ્યક્ પ્રકારે પ્રવર્તીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org