________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૭૭
શકતો નથી, તેથી આના જેવું ભયંકર ભાવશલ્ય આ વિશ્વમાં એકેય નથી. ભવ્ય જીવોનું મિથ્યાદર્શન અનાદિસાંત અથવા સાદિસાંત હોય છે, જ્યારે અભવ્ય જીવોનું મિથ્યાત્વ અનાદિઅનંત હોય છે. શંકા, કાંક્ષાદિક તે સમ્યત્વના અતિચાર છે. અને વિપરીત પ્રરૂપણા કરવી તે અનાચાર છે. આ અનંતાનુબંધી કષાયરૂપ છે, જે અનંત સંસારનું કારણ બને છે.
! શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં એટલે કે મોક્ષમાર્ગમાં મેં શંકા –કાંક્ષા (ઈચ્છાઓ) વગેરે કર્યા છે. વળી મોક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા કરી, કરાવી અને અનુમોદી છે, તેથી મેં મિથ્યાત્વ મોહનીયરૂપી મહાપાપ કર્યું છે. તે સર્વને હું ભાવપૂર્વક વારંવાર ધિક્કારું છું. મારા તે સર્વ દુષ્કૃત્યો મિથ્યા થાઓ.
એવું અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં, અજાણતાં, મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; શબ્દાર્થ ઃ ૧. એવું = આમ અઢાર પાપમાંથી કોઈપણ પાપ. ૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ = જૈન દર્શનમાં કોઈપણ પદાર્થનું સ્વરૂપ સમજાવવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ – આ ચાર શબ્દોનો પ્રયોગ કરાય છે. તેને સ્વ-ચતુષ્ટય કહે છે.
દ્રવ્યથી એટલે તે પાપોનું સ્વરૂપ, સંખ્યા, સંજ્ઞા આદિ; ક્ષેત્રથી એટલે તે કેટલા ક્ષેત્રમાં વ્યાપક છે? કાળથી એટલે તે પાપો કયારથી કર્યા છે? અને ક્યાં સુધી રહેશે? અને ભાવથી એટલે તેના ગુણ, પરિણતિ, અવસ્થા વગેરે બતાવે છે. આમ તેના અર્થ થાય છે. અહીં પ્રત્યેક પાપનું આ ચારેય દ્રષ્ટિબિંદુથી સાધકે સેવન કર્યું છે, તેમ જણાવી
તેની આલોચના કરે છે. જેમ કે પહેલું પાપ તે પ્રાણાતિપાત છે. તે Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org