Book Title: Bruhad Alachonadi Padya Sangrah
Author(s): Lala Ranjeetsinh
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 198
________________ બૂદ – આલોચનાદિ uધ સંગ્રહ ૧૮૩ નહીં અને અનુમોદી નહીં, તથા અસાધુઓની સેવા ભક્તિ વગેરેમાં માન્યતા કરીને તેમની તરફેણ કરી. મોક્ષમાર્ગમાં સંસારનો માર્ગ આદર્યો, તેથી પચ્ચીસ જાતના મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં તથા અનુમોદ્યો અને મન-વચન-કાયાથી કર્યા. પચ્ચીસ જાતના કષાયના દોષ, પચ્ચીસ પ્રકારનાં ક્રિયાનાં દોષ, તેત્રીસ આશાતનાના દોષ, ઓગણીસ ધ્યાનના દોષ, બત્રીસ વદંનાના દોષ, બત્રીસ સામાયિકના દોષ અને અઢાર પોષહના દોષ, તે સર્વે મનથી, વચનથી અને કાયાથી કરતા જે કાંઈ પાપ દોષ લાગ્યાં, લગાવ્યાં, અનુમોઘાં, તેથી મને વારંવાર ધિક્કાર હો. તે સર્વ પાપ મારા મિથ્યા થાઓ - મિથ્યા થાઓ. મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનકને મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યો; શીલની નવ વાડ, આઠ પ્રવચન માતાની વિરાધનાદિ તથા શ્રાવકના એકવીસ ગુણ અને બાર વ્રતની વિરાધનાદિ મન, વચન, અને કાયાએ કરી, કરાવી, અનુમોદી; તથા ત્રણ અશુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની સેવના કરી અને ત્રણ શુભ લેશ્યાનાં લક્ષણોની અને બોલોની વિરાધના કરી; ચર્ચા, વાર્તા, વ્યાખ્યાનમાં શ્રી જિનેશ્વરદેવનો માર્ગ લોપ્યો, ગોપવ્યો, નહીં માન્યો, અછતાની સ્થાપના કરી-પ્રવર્તાવ્યો, છતાની સ્થાપના કરી નહીં અને અછતાની નિષેધના કરી નહીં, છતાની સ્થાપના અને અછતાને નિષેધ કરવાનો નિયમ કર્યો નહીં, કલુષતા કરી તથા છ પ્રકારે જ્ઞાનાવરણીય બંધના બોલ તેમજ છ પ્રકારના દર્શનાવરણીય બંધના બોલ યાવત્ આઠ કર્મની અશુભ પ્રકૃતિ બંધના પંચાવન કારણે કરી, વ્યાસી પ્રકૃતિ પાપોની બાંધી, બંધાવી, અનુમોદી, મને કરી, વચને કરી, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226