________________
બૃહદ્
આલોચનાદિ પ્રદ્યે સંગ્રહ
બળ, (આ બંને પોતાના શરી૨ સબંધિત વિશેષતાઓથી છે), જ્ઞાન, તપ (આ બંને પોતાના આત્મા સંબંધિત વિશેષતાઓથી છે.). જીવ અજ્ઞાનવશ, અહંત્વ અને કર્તૃત્વબુદ્ધિને કારણે તે આઠેય વિશેષતાઓના નશામાં ચકચૂર થઈ જાય છે.
૧૭૦
ભાવાર્થ : હે પ્રભો! મારામાં પૂર્વ પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલી વિશેષતાઓ જેવી કે ત્રણ ગારવ અને આઠ મદ આદિમાં મેં અહંભાવ આદિ કર્યાં છે. તેથી મને વારંવાર ધિક્કાર છે. તે સર્વે મારા દુષ્કૃત્યો નિષ્ફળ થાઓ.
આઠમું માયા
પાપસ્થાનક:--
“સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યોમાં કપટ કર્યું, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ : (૧) માયા = કપટ – વિચાર, વાણી અને વર્તનમાં જુદાપણું ખોટો દેખાડો કરવો - પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર ન કરવો અને પોતે મહાન છે તેવો અભિનય કરવો. માયાના બે પ્રકાર છે. લૌકિક માયા અને લોકોત્તર માયા. લૌકિક માયામાં ખાન, પાન, વાહન, નિવાસ, ધન આદિમાં પોતાની પાસે હોય તેનાથી અધિક દેખાડો કરી, અન્યને પ્રભાવિત કરી પોતાનો સ્વાર્થ સાધવો અને લોકોત્તર માયામાં ધર્મમાં અંતરથી શ્રદ્ધા ન હોય તો પણ શ્રદ્ધાનો ઢોંગ કરવો - વન્દનાદિ કર્તવ્યોમાં કપટ કરવું - શાસ્ત્રો અને તેના વિવિધ વિષયોનું જ્ઞાન ન હોય તો પણ પોતે બધું જાણે છે તેવો સ્વાંગ કરવો, ક્રિયામાં – બાહ્યમાં દેખાડો કરવા ક્રિયા કરવી - અસરળતા વગેરે તેનો અર્થ થાય છે. ભાવાર્થ : હે પ્રભુ ! સંસાર સંબંધી એટલે કે લૌકિક અને ધર્મ સંબંધી એટલે કે લોકોત્તર અનેક કર્તવ્યોમાં મેં માયાચાર કર્યો છે. તે મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org