________________
૧૭૨
બૃહદ્ - આલોચનાદિ ધ સંગ્રહ અગિયારમું હે પાપરસ્થાનકર --
“અણગમતી વસ્તુ જોઈ દ્વેષ કર્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ (૧) દ્વેષ = મુખ્ય કષાયોમાં ક્રોધ અને માન અને નોકષાયોમાં અરતિ, શોક, ભય અને જુગુપ્સા આમ દ્વેષ છ પ્રકારના છે. ભાવાર્થ અહીં ‘અણગમતી વસ્તુ જોઈ”માં “જોઈ” શબ્દ વાપરી ચક્ષુ ઈન્દ્રિય માટેના વિષયની વાત કરી છે. પણ બાકીની ચાર ઈન્દ્રિયો અને મન, જેને નોઈન્દ્રિય કહેવાય છે – તેના વ્યાપારથી પણ દ્વેષ થઈ શકે છે – એટલે “જોઈ શબ્દનો અર્થ “જાણી” કરવો યોગ્ય લાગે છે, જેથી પાંચેય ઈન્દ્રિયોના અને મનથી જણાતા સર્વ વિષયો લઈ શકાશે. રાગ અને દ્વેષ તે ઈન્દ્રિયો તથા મનોગમ્ય વિષયો પર થતાં હોય છે.
હે પ્રભુ! જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ મને અણગમતી લાગે છે તે સર્વે ઉપર હું દ્વેષ કરું છું તેથી તેને હું વારંવાર ધિક્કારુ છું. તે મારા સર્વ દોષો નિષ્ફળ થાઓ. બારમું કલહ પાપસ્થાનક:--
અપ્રશસ્ત વચન બોલી ફ્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.” શબ્દાર્થ: (૧) કલહ = લડાઈ – ઝગડો, (૨) અપ્રશસ્ત = અપવિત્ર - પાપયુક્ત. ભાવાર્થ: લડાઈ - ઝગડાનું મૂળ મુખ્યતાથી વચનયોગ હોય છે. ગાળ આપવી, કઠોર વચન વાપરવા, અપમાન કરવું, જોરશોરથી બોલવું વગેરેથી કલહ ઉપજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org