________________
૧૫૮
બૃહદ્ – આલોચનાદિ uધ સંવાદ જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; નાથ તુમારી સામસેં, વારંવાર ધિક્કાર.
અહીં સાધક પ્રભુ સમક્ષ પોતોના દોષોનો એકરાર કરતાં કહે છે કે હે પ્રભો! મેં અજ્ઞાનવશ, અનેક જીવોની હિંસાદિ કરી, અઢારેય પાપસ્થાનકોમાં પ્રવૃત્તિ કરી, અનંત પાપો સેવ્યાં છે. તેથી આપની સાક્ષીએ તે સર્વ પાપને વારંવાર ધિક્કારું છું. ભાવાર્થ : સાધક અહીં પ્રભુ સમક્ષ ક્ષમાયાચના બોલતાં બોલતાં ભાવવિભોર થઈ જાય છે, અને આ દોહરાથી ભાવરૂપી કળશ ચઢાવતા તે કહે છે કે હે નાથ! મેં જે જે જીવો પ્રત્યે અપરાધ કરવાની ક્રિયા કરી હોય, એટલે કે મેં જે જે જીવોના પ્રાણો હણીને તેમને કોઈપણ પ્રકારનું દુઃખ પહોંચાડયું હોય અથવા મેં જે અઢારેય પાપસ્થાનકો, (જે હવે પછીના ગદ્ય વિભાગમાં બતાવ્યાં છે.) તેમાંનાં કોઈપણ સેવ્યાં હોય, કે ઉપલક્ષથી સેવરાવ્યાં હોય કે સેવનાર પ્રત્યે ભલું માન્યું હોય તો તે સર્વે પાપોનો હું અપરાધી છું. તેથી હું આપની સાક્ષીએ તે સર્વ પાપોને વારંવાર ધિક્કારું છું – નિંદું છું.
હવે અજ્ઞાની જીવોને પ્રમાદવશ જીવન જીવતાં જે અઢાર પ્રકારના પાપો થઈ જતાં હોય છે, તે સર્વ પાપસ્થાનકોની સાધક અહીં આલોચના કરે છે. પાપ શબ્દનો પ્રયોગ ત્રણ અર્થોમાં થાય છે. (૧) બંધાઈ ગયેલી પાપ પ્રકૃતિઓ કે જે સત્તામાં પડી છે; (૨) તેમની ઉદય અવસ્થા અને (૩) નવિન પાપોના બંધના કારણો-વિભાવભાવો. અહીં આ અઢારેય પાપસ્થાનકોની આલોચનામાં મુખ્યતાએ પાપોના બાંધવાના કારણોને જ લીધા છે એટલે કે જીવોના વિકારી ભાવોને જ લક્ષમાં રાખી પ્રરૂપણા કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org