________________
૧૬ ૨
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
સાધક અહીં સર્વ જીવોની ક્ષમા માંગે છે, અને કહે છે કે સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારી મૈત્રી રહે. આ વિશ્વના કોઈપણ જીવ પ્રત્યે મને વેર ભાવ ન રહો. ભાવાર્થ ઃ આ ગાથા શ્રી વટ્ટકેરસ્વામી કૃત “મૂલાચારબૃહપ્રત્યાખ્યાન” નામના શાસ્ત્રમાંથી લીધી છે(ગાથા ૪૩). અહીં સાધક કહે છે કે હું સર્વ જીવોની ક્ષમા માંગું છું, સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવ સાથે મારી મૈત્રી રહો અને આ વિશ્વના કોઈપણ જીવ પ્રત્યે મને વેરભાવ ન રહો. સાધક સર્વ જીવોની પ્રથમ ક્ષમા માંગીને પોતાના ક્રોધ-કષાયને ત્યાગવાનો, પોતાના માનકષાયનો અભાવ કરવાનો; તથા વિશ્વના સર્વ જીવો સાથે મૈત્રીભાવની ભાવના ભાવવાથી માયાચારનો પણ ત્યાગ કરી, સરળતા ગુણ પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરે છે. આમ આ ગાથા ભણવાથી ક્ષમા, વિનય, સરળતા આદિ, આત્માના દસેય ધર્મોને પ્રાપ્ત કરવાની સાધક ભાવના ભાવે છે. એટલે કે આ ક્ષમાવાણી માત્ર ક્રોધકષાયના ત્યાગ પૂરતી મર્યાદિત ન ગણતાં આનો વાસ્તવિક અર્થ ક્ષમાદિવાણી ગણવો જોઈએ. એટલે કે આમાં ઉપલક્ષથી આત્માના દસેય ઉત્તમ ધર્મોની આરાધના જેવા કે, (૧) ક્ષમા, (૨) વિનય, (૩) સરળતા, (૪) સંતોષ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિંચન્ય તથા (૧૦) બ્રહ્મચર્ય અને તે સર્વ ધર્મો પ્રાપ્ત કરવાની ભાવના આમાં ગર્ભિત છે.
જ્યાં સુધી ભૂમિકાનુસાર આ દસેય ધર્મો સાધકની પરિણતિમાં પ્રગટતા નથી ત્યાં સુધી આવી ક્ષમા દિવાણીનો યથાર્થ લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. સાધક આ અર્થ ગંભીર સમાદિવાણી ભણીને આત્માના દસેય ઉત્તમ ગુણધર્મ પ્રાપ્ત કરવાની અંતરની ઈચ્છા વ્યક્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org