________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૫૯
પહેલું પાપ પ્રાણાતિપાત --
“છકાયપણે મેં છકાય જીવની વિરાધના કરી; પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રીય, તેઈન્દ્રીય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞી, ગર્ભજ ચૌદે પ્રકારે સંમૂર્ણિમ આદિ ત્ર-સ્થાવર જીવોની વિરાધના કરી, કરાવી, અનુમોદી; મન, વચન અને કાયાએ કરી,......” શબ્દાર્થ: (૧) છ કાયના જીવો = પૃથ્વીકાય, જળકાય,અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયિક જીવો. આ પાંચ સ્થાવર જીવો કહેવાય છે અને છઠ્ઠા સર્વ ત્રસકાય જીવો. (૨) સંજ્ઞી = મનવાળા (૩) સંમૂર્ણિમ્ = નર માદાના સંયોગ સંબંધ વગર ઉત્પન્ન થતાં જીવો. આ એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો કે જે ગર્ભજ હોતા નથી. (૪) ત્રસ = ભય કે ત્રાસ પામતાં ગમનાગમન કરે તેવા. એટલે કે બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવો. (૫) સ્થાવર = પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. (૬) વિરાધના = જીવના પ્રાણોને પીડા આપવી અથવા નષ્ટ કરવા. ભાવાર્થ: હે પ્રભુ! મેં મારા વિતેલા કાળમાં એ કાયમાં અનંતવાર જન્મ ધારણ કરી , છએ કાયના જીવોની વિરાધના કરી છે, કરાવી છે અને અનુમોદના કરી છે. વળી આ સર્વે વિરાધના મારા મન, વચન અને કાયાના યોગ દ્વારા, વિકારી ભાવો પૂર્વક કરી છે, કરાવી છે અને કરનાર પ્રત્યે ભલી સમજી છે. (અહીં જોઈ શકાય છે કે જિનેશ્વર ભગવતોએ વિશ્વના સર્વ જીવોને સંક્ષેપમાં ત્રસ અને સ્થાવર, આ બે વિભાગોમાં વિભાજીત કર્યા છે.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org