________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧પ૭ સમ્યફ પ્રકારે આરાધના કરી, સામ્યભાવ વધારું. જેથી આવા કઠોર કર્મો કરતાં અટકું.
કામી ક્યુટી લાલચી, અપજીંદા અવિનીત; અવિવેકી ક્રોધી કઠિન, મહાપાપી ભયભીત.
હે પ્રભુ! હું કામી, કપટી, લાલચુ, સ્વછંદી, વિનયરહિત, અવિવેકી, ક્રોધી અને કઠોર સ્વભાવવાળો થઈ રહ્યો છું. આમ હું મહાપાપી અને ભયભીત જીવન જીવી રહ્યો છું. આ સર્વ દોષોથી મને બચાવો. ભાવાર્થ: હે પ્રભુ ! હું વિષય વાસનાઓથી ભરેલો હોવાથી અનંત ઈચ્છાઓ કર્યા કરું છું માટે બહુ કામી છું. મારા વિચાર, વાણી અને વર્તનમાં સુમેળ ન હોવાથી હું માયાચારી એટલે કે કપટી છું. હું તૃષ્ણાથી ખૂબ ભરેલો હોવાથી લાલચી છું. મારી પ્રતિકલ્પનાથી જ સર્વ વર્તન કરતો હોવાથી હું મહાસ્વચ્છંદી છું. મારામાં વિનય નામના સગુણનો અભાવ હોવાથી હું અવિનીત છું. મારામાં યથાર્થપણે ખરું કે ખોટું સમજવાની શક્તિ ન હોવાથી હું અવિવેકી છું. મારામાં તત્ત્વની અંતરંગ શ્રદ્ધા ન હોવાને કારણે હું વાતવાતમાં તીવ્ર ક્રોધ કરું છું, તેથી હું મહા ક્રોધી છું. વળી સાતેય ભય જેવા કે આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુમિ ભય, અને અકસ્માત ભયથી નિરંતર ભયભીત રહું છું. આમ અનાદિ કાળની મારી આવી અજ્ઞાન અને હીન દશાને કારણે હું મહાપાપી અને અપરાધી છું. સાધક આવી પોતાની પામર દશાની કબૂલાત કરતાં અહીં પ્રભુ સમક્ષ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા! મારા આ સર્વ અવગુણો દૂર કરો, જેથી હું તેનાથી થતાં અપરાધોથી મુક્ત થવું અને મોક્ષમાર્ગમાં યથાયોગ્ય જલ્દી જલ્દી પ્રગતિ કરી શકું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org