________________
૧પ૬
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ દેવ, ગુરુ અને ઉપલક્ષથી ધર્મની વિરાધનાદિ મેં ઘણી કરી છે તેથી હું તે સર્વેનો અપરાધી છું. વળી અનંત ઈચ્છાઓ તથા વાસનાઓથી ભરેલો હોવાથી હું ત્રણેય લોકની સઘળી સંપદા અન્યને ઠગીને પણ એકઠી કરવાની આસક્તિ ધરાવું છું. માટે હું તે ત્રણ ભુવનનો ચોર છું. હે પ્રભુ! મારા કર્મો એટલા બધા કઠોર છે કે આપ સર્વેની કૃપા મળી હોવા છતાં પણ ધર્મ તરફની વફાદારી માટેના પાળવાના નિયમો હું પાળતો નથી. ભાવાર્થ સાધક અહીં પોતાની અનાદિ કાળની અજ્ઞાનદશાને કારણે સદૈવ, સદ્ગુરુ અને ઉપલક્ષથી સધર્મની વિરાધનાથી કરેલા અપરાધોનો પ્રભુ સમક્ષ એકરાર કરતા કહે છે કે, હે વીતરાગ સર્વજ્ઞા દેવ! આપને સર્વ પ્રકારે ન ઓળખવાથી આપની પૂજા અને ભક્તિ આદિ યથાયોગ્ય રીતે મેં કરી નથી. હે ગુરુદેવ! આપને સમ્યક્ પ્રકારે ન જાણવાથી આપની આજ્ઞાનું પાલન, યથાયોગ્ય રીતે આજ સુધી મેં કર્યું નથી, વળી શાસ્ત્રોમાં વર્ણવેલા સૂત્રો તથા પાઠોને આજ સુધી સમ્યક્ પ્રકારે ન સમજવાથી જીવાદિ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા મને થઈ નથી, જેથી મારો દેહાધ્યાસ છૂટ્યો નથી. તેથી ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક એટલે કે ત્રણેય લોકની બધી જ સંપદા બીજાને ઠગીને પણ મેળવવાની આસક્તિ અને તેને ભોગવવાની તૃષ્ણા આજ સુધી મારામાં નિરંતર ચાલુ રહી છે. આમ હું ભાવથી ત્રણેય લોકનો ચોર છું. વળી હું મિથ્યાત્વ મોહનીય કર્મોને આધીન થઈ અનંતાનુબંધી જેવા કષાયો કરી તીવ્ર અને કઠોર કર્મોનો બંધ પામ્યા કરું છું, અને અનંત સંસાર વધાર્યા કરું છું. સાધક અહીં પોતાની જાતને ધિક્કારતા કરૂણાના સાગર એવા પ્રભુને અને ગુરુદેવને કહે છે કે હે દેવાધિદેવ! હે ગુરુદેવ! મેં કેવા કઠોર કર્મો બાંધી દીધા છે? અરેરે! મારો હવે શું હવાલ થશે? તેથી હે પ્રભુ! મને હવે એવી સદ્દબુદ્ધિ આપો કે હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org