________________
૬૮
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૨. મિથ્યા પ્રવૃત્તિની આલોચના:--
જે મેં જીવ વિરાધિયા, સેવ્યાં પાપ અઢાર; પ્રભુ તમારી સામસેં, વારંવાર ધિક્કાર. ૧૨.
સાધક પોતાના દોષોની કબૂલાત કરતાં અહીં કહે છે કે હે પ્રભુ! મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ જેવા કર્મબંધના કારણોની હયાતી મારામાં નિરંતર અનાદિ કાળથી ચાલુ રહેલી હોવાથી શાસ્ત્રોમાં વર્ણવેલાં અઢારેય પ્રકારના પાપો મે સેવ્યાં છે.(આ અઢાર પાપનું વર્ણન આગળ ગદ્ય વિભાગમાં આવે છે.) અને તેમ કરતાં જે જીવોની મેં વિરાધના કરી છે એટલે કે જે જીવોને મેં દુઃખી કર્યા છે તે સર્વેનો હું અપરાધી છું. તે સર્વ અપરાધોનો હું હવે અંત:કરણપૂર્વક પશ્ચાતાપ કરું છું અને આપની સાક્ષીએ તે પાપોને હું અંતરથી વારંવાર ધિક્કારું છું-નિંદું છું. આમ વારંવાર આવા પાપોને અંતઃકરણપૂર્વક ધિક્કારવાના ભાવ કરવાથી જીવ પાપ કરતા ધીરે ધીરે અટકે છે. પરિણામે જીવ આધ્યાત્મિક સાધનામાં આગળ વધવાનો ઉદ્યમી બને છે. ૧૩. પોતાની બુરાઈઓની આલોચના --
બુરા બુરા સબકો કહે, બુરા ન દીસે કોઈ; જો ઘટ શોધે આપનો, મોસું બુરા ન કોઈ. ૧૩.
અજ્ઞાની જીવ તત્ત્વને યથાર્થ રીતે ન સમજી શકતો હોવાથી પોતાને તથા અન્યને પર્યાય દ્રષ્ટિથી જુએ છે. તેથી પોતાને મહાન અને ગુણવાન માને છે અને અન્ય જીવોને હલકા તથા બુરા માને છે અને કહે છે. ઘણીવાર પ્રસંગાનુસાર ઉપદેશ કે વણમાગી સલાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org