________________
૯૪
બૃહદ આલોચનાદિ પદ્ય સંગ્રહ
કર્મોના અને તેમાંય મુખ્યત્વે દર્શન મોહનીય કર્મના ઉદયના નિમિત્તથી અજ્ઞાની જીવ દિશામૂઢ એટલે કે વિવેકહીન થઈ જાય છે. આમ દિશા ભૂલેલો જીવ કર્મોનાં ઉદયને સમતાભાવથી ભોગવવાને બદલે અજ્ઞાનવશ રાગ અને દ્વેષના પરિણામ કરે છે અને અનંત નવા કર્મ ઉપાર્જન કરે છે, તેથી તેના અનુરૂપ દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારક ગતિમાંની કોઈક ગતિ અને ૮૪ લાખ યોનિમાંની કોઈક યોનિમાં નિરંતર તે જુદા જુદા રૂપે દેહ ધારણ કર્યા કરે છે. જ્યારે આ જીવ સાધક બને છે ત્યારે સત્પુરુષને શરણે જાય છે. સત્સંગના યોગે કરી, તત્ત્વનું રુચિપૂર્વક ચિંતન કરી, વિવેકબળ વધારે છે. આમ કરતા તેની પરિણતિમાં પારમાર્થિક પલટો આવે છે. પરિણામે ક્રમે કરી તેનું મિથ્યાત્વ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય પામે છે અને તે જ્ઞાની થાય છે. પછી યથાયોગ્ય સંયમના બળથી તાત્ત્વિક સમતાભાવ વધારી કર્મોની સંવર અને નિર્જરા કરી, ક્રમશઃ સર્વ કર્મનો છેદ કરે છે. અંતે જીવ સિદ્ધદશાને પામે છે. આ જ સર્વ સાધકનું ધ્યેય હોય છે. ૧૧. જીવનો સ્વભાવ પ્રગટાવવાનો ઉપાયઃ-
GMAN
શુદ્ધ ચેતન ઉજ્જવલ દરવ, રહ્યો ર્મ મલ છાય; તપ સંયમસેં ધોવતાં, જ્ઞાનજ્યોતિ બઢ જાય. ૧૧.
જેમ સોનાની ખાણમાંથી નીકળેલી સોનાયુક્ત માટીમાં, સોનું તો દ્રવ્યથી ચોવીસ કેરેટ એટલે કે સો ટકા શુદ્ધ સ્વરૂપે જ હોય છે. તેની વર્તમાન અવસ્થામાં જ મલિનતા છે. તેને અગ્નિથી તપાવતા અને રસાયણોથી ધોતાં, તે સોનાયુક્ત માટીમાંથી શુદ્ધ સોનુ મેળવી શકાય છે. તેમ દ્રવ્યથી તો દરેક જીવ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org