________________
બૃહદ્
આલોચનાદિ પદ્યે સંગ્રહ
હે જીવ ! આયુષ્યનો ઘણો ખરો કાળ તો અજ્ઞાન અવસ્થામાં જ વીતી ગયો છે. ખૂબ જ ઓછો કાળ બાકી રહ્યો છે, માટે તારા સ્વરૂપનો લક્ષ તો હવે કર, અને જ્ઞાતા-દ્રષ્ટા ભાવરૂપ શેષ જીવન વિતાવ. ઉંમરના કેટલાં વર્ષો ગયાં તેની તો તને ખબર છે પણ કેટલાં બાકી રહ્યાં તેની ખબર નથી. મૃત્યુ નિશ્ચિત જ છે. ક્યારે આવશે તેનો કોઈ ભરોસો નથી. આવતો ભવ પણ નિશ્ચિત જ છે. જે જે કર્મ પરમાણુઓ એકઠાં કર્યાં છે તે ભોગવવા પડશે તેમાં કોઈ છૂટકો જ નથી. માટે આ મોંઘો મનુષ્યભવ જે મળ્યો છે તેને ફોગટમાં વેડફી ન નાંખ; અને હવે ભવ ન ક૨વા પડે તેવો દૃઢ નિશ્ચય કરી યોગ્ય ધર્મકરણી કર. “જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.” (વ.પૃ.૫૦૪) સાધક જાણે છે કે મૃત્યુથી કોઈ ભાગી શકતું નથી. તેથી જ હવે મૃત્યુને હરઘડી યાદ રાખીને ધર્મ આરાધનામાં તે ઉદ્યમી બને છે.
૧૨. ધર્મ આરાધના કરો:--
૧૩૫
ચાર કોશ ગ્રામાંતરે, ખરચી બાંધે લાર; પરભવ નિશ્ચય જાવણો, રીએ ધર્મ વિચાર. ૧૨.
જેમ કોઈને એક ગામથી ચારેક કોશ એટલે કે થોડા દૂરના અંતરે બીજે ગામે જવાનું થાય છે ત્યારે પણ ત્યાં ખર્ચ કરવા જોગ થોડી રોકડ રકમ અને ભોજન માટે યોગ્ય ભાથું વગેરે સાધન તે સાથે રાખે છે. જેથી સફર બાધારહિત અને પ્રસન્નતામય રહે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org