________________
૧૩૬
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ અહીં કવિ કહે છે કે તે આત્મ! પરભવમાં તો નિશ્ચિત જ જવું પડશે. જવાની ઈચ્છા નહીં હોય તો પણ જવું જ પડશે. અતીત કાળથી આજ સુધી મૃત્યુથી કોણ બચી શક્યું છે? કયાં જવાનું થશે? કઈ ગતિમાં જવાનું થશે? તે આપણને ખબર નથી પણ જવું જ પડશે તે દરેકને ખબર છે, તો સુસંસ્કારૂપી મૂડી અને પુણ્યકર્મરૂપી ભાથું બાંધી સાથે લઈ જવાનો દઢ સંકલ્પ કરી તે પ્રમાણેનો ધર્મ-વિચાર તું કરજે. સાધક, અહીં મોક્ષમાર્ગમાં મુસાફરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જેથી તેણે તો ઉચ્ચ પ્રકારનાં આવા તાત્ત્વિક સંસ્કાર અને વિશિષ્ટ પ્રકારના પુણ્ય સાથે જ બીજા ભવમાં જવું જોઈએ કે જેથી ત્યાં પારમાર્થિક યોગ્ય નિમિત્તો મળે અને મોક્ષમાર્ગ ક્રમશઃ બાધારહિતપણે અને શાંતિથી થોડા જ વખતમાં પૂર્ણ કરી, આ ભવસાગર તરી મુક્ત થઈ શકે તે માટેનો એક માત્ર ઉપાયઃ- સગુરુ આજ્ઞાએ ચાલી, અસત્સંગ તથા અસતપ્રસંગનો ત્યાગ કરી, યથાયોગ્ય ધર્મવિચાર અને આચાર કરવા તે છે. ૧૩. વિનયવાન બનો --
રજ વિરજ ઊંચી ગઈ, નરમાઈકે પાન; પત્થર ઠોક્ર ખાત હૈ, ક્રડાઈકે તાન. ૧૩.
અહીં નમ્રતા અને કોમળતા આદિ સગુણોથી થતા ફાયદા અને કઠોરતારૂપ અવગુણોથી થતાં નુકશાનને, રૂપકથી સમજાવ્યા છે. જેમ જમીન ઉપર રહેલા ઘણાં બારીક રજકણો, વજનમાં અતિ હલકા હોવાથી, એટલે કે તેમનામાં રહેલી નમ્રતા નરમાશપણાના ગુણોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org