________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંદ
૧૪૩
થાય અને પરિણામે તું ક્રમશઃ કમરહિત થઈ શકીશ. (૩) ત્રીજા ચરણમાં પરમાત્માનું ભજન અર્થાત્ ભક્તિ કરવાનું કહે છે. પરમાત્માની ભાવપૂર્વકની ભક્તિ કરવાથી પારમાર્થિક પાત્રતા આવે છે. જેથી પરિણામો સમભાવી થતા ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ આદિ સદગુણો સાધકમાં પ્રગટે છે. જે ક્રમશઃ પરાભક્તિમાં પરિણમે છે એટલે કે તાત્ત્વિક સમતા અને એકતારૂપ ભક્તિ પ્રગટે છે. વિચક્ષણ સાધક આવો જ મત ધરાવતો હોય છે, જેથી પૂર્ણ જ્ઞાનદશા પામી ક્રમશઃ શિવરૂપ થઈ શકે છે. અહીં મત એટલે કે નય પણ થઈ શકે છે. એટલે અહીં સાધકને કહે છે કે હે વત્સ! તું નિશ્ચય અને વ્યવહાર નય બંનેને જેમ છે તેમ સમજી તુ સાધનામાં નિપુણ થા, જેથી તું તારા ગંતવ્યસ્થાને જલ્દી જલ્દી પહોંચી શકે. ૨૦. જ્ઞાની અને અજ્ઞાનીના કર્મબંધનનું વિજ્ઞાન --
સમજી શકે પાપસૅ, અણસમજુ હરખંત; વે લૂખાં વે ચીકણાં, ઈણ વિધ કર્મ બધંત. ૨૦.
આ દોહરામાં સમજુ એટલે કે જ્ઞાની અને અણસમજુ એટલે કે અજ્ઞાનીના કર્મબંધનના સિદ્ધાંત બતાવ્યા છે. જ્ઞાનીને મોહનીય કર્મની સાતેય પ્રકૃતિઓ (ત્રણ દર્શન મોહનીયની અને ચાર ચારિત્ર મોહનીયની એટલે કે અનંતાનુબંધી કષાય) નો ઉપશમ, ક્ષયોપક્ષમ કે ક્ષય થઈ ગયો હોવાથી, તેમને બાકીના ત્રણ ચારિત્ર મોહનીયના કષાયોના ઉદયથી જે વિભાવ ભાવો થાય છે તે લુખા પ્રકારના એટલે કે રુચિપૂર્વકના થતાં નથી, પરંતુ કર્મોદય વખતે યોગ્ય પુરુષાર્થની નબળાઈને કારણે જ થઈ જતા હોય છે. જેથી તેમને અતિ મંદ કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org