________________
બુ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૪૫
આવા જ્ઞાની મહાત્માઓ સંસારમાં રહેતા હોવા છતાં નિયમિત રીતે સ્વ-દોષ દર્શન કરે છે અને પોતાના દોષોને યથાર્થપણે સમજી સમજીને, તેને ટાળે છે અને ભાવોની શુદ્ધિ કરે છે. આમ ભેદ જ્ઞાન કરતાં કરતાં અને યથાર્થ પ્રામાણિક પારમાર્થિક પુરુષાર્થ કરતાં કરતાં તેમનાં કર્મોની અનંત ગુણશ્રેણી નિર્જરા થવા પામે છે અને ક્રમશઃ તે જ્ઞાની પુરુષ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આવી જ રીતે અનંત જીવો મોક્ષે ગયા છે, અને ભાવિ કાળમાં આમ જ જશે. ત્રીજા ચરણમાં “જીવટી શબ્દો વાપર્યા છે. એટલે કે જે અનંતા જીવો મોક્ષે ગયા તે જીવ જ છે. આપણે પણ જીવ જ છીએ, અજીવ નથી. તો પછી આપણે પણ આત્મજ્ઞાન પામી યથાયોગ્ય પુરુષાર્થ કરી ક્રમશઃ મોક્ષે જઈ શકીએ છીએ. પરમકૃપાળુદેવ પત્રાંક ૫૩૭માં જણાવે છે : શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે; પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને (વ.પૃ.૪૩૬). વળી પત્રાંક ૬૫૧માં તેઓશ્રી લખે છે “જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે (વ.પૃ.૪૮૭).” “સમજ્યા તે સમાઈ ગયા” (વ.પૃ.૪૮૫). આત્માર્થીને આત્મસ્વરૂપ સમજવા માટે, પરમ કૃપાળુદેવે “આત્મસિદ્ધિ શાસ્ત્રની મહાન રચના કરી, જગત ઉપર પરમ ઉપકાર કર્યો છે. તે અત્યંત પ્રસંશનિય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org