________________
બૃહદ્ - આલોચનાદિ uધ સંગ્રહ
૧૪૯
૧૪૯
વિભાગ = ૪
ગધ વિભાગ
શ્રી પંચપરમેષ્ઠિ ભગવભ્યો નમઃ એટલે કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ ભગવંતોને મારા નમસ્કાર હો. સર્વ અરિહંત - સિદ્ધ ભગવંતોને નમસ્કાર --
અનંત ચૌવીશી જિન નમું, સિદ્ધ અનંતા ક્રોડ; વર્તમાન જિનવર સવે, કેવલી દો નવ ક્રોડ.
જૈન દર્શન પ્રમાણે વીસ ક્રોડાક્રોડી સાગરોપમનું એક કાળચક્ર હોય છે. તેમાં દસ ક્રોડાકોડી સાગરોપમનો અવસર્પિણી કાળ અને દસ ક્રોડાક્રોડી સાગરોપમનો ઉત્સર્પિણી કાળ હોય છે. અવસર્પિણી કાળ એટલે ઊતરતો કાળ. જેમાં જીવોની ધર્મ પ્રત્યેની ઘટતી દશા હોય છે અને ઉત્સર્પિણી કાળ એટલે ચઢતો કાળ, જેમાં જીવોની ધર્મ પ્રત્યેની વધતી દશા હોય છે. બન્ને કાળમાં છ છ આરા હોય છે. અવસર્પિણીનો પહેલો આરો ચાર ક્રોડાક્રોડી સાગરોપમનો, જે સુખમા સુખમા દશાનો હોય છે એટલે જીવોને સર્વ પ્રકારની શાતા હોય છે. બીજો આરો ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમનો, જે સુખમા દશાનો હોય છે; ત્રીજો આરો બે ક્રોડાક્રોડી સાગરોપમનો, જે સુખમા દુઃખમાં દશાનો હોય છે; ચોથો આરો એક ક્રોડાક્રોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછા, જે દુઃખમાં સુખમા દશાનો હોય છે; પાંચમો આરો
૨૧૦૦૦ વર્ષનો, જે દુઃખમા દશાનો હોય છે અને છઠ્ઠો આરો પણ Jail'£ducation International For Private & Personal Use Only
www.jainelibrary.org