________________
બૃહદ્ – આલોચનાદિ uદ્ય સંગ્રહ
૧૩૭ કારણે, હવામાં ઊંચે ચઢે છે અને ઉચ્ચસ્થાનો પર બિરાજમાન થાય છે. જ્યારે જમીન પર પડેલા પથ્થરો તેમનામાં રહેલી કઠોરતા અને અક્કડપણાના અવગુણને કારણે અપમાનિત થઈ લોકોની ઠોકરે ચઢે છે. તેમ વિનય ગુણ એટલે કે કોમળ સ્વભાવવાળા સજ્જનો, ઉપલક્ષથી સરળ આદિ સ્વભાવવાળા જીવો, હળુકર્મી હોવાને કારણે, રત્નત્રયની પ્રાપ્તિ કરી, ઊર્ધ્વગતિને પામે છે. જ્યારે મિથ્યાભિમાની અને માયાચારી આદિ સ્વભાવવાળા ભારેકર્મી જીવોમાં આવા કઠોરતારૂપ અવગુણોમા તન્મયપણું હોવાને કારણે, જીવનમાં અનેક પ્રકારની ઠોકરો ખાય છે. પરિણામે તીવ્ર રાગ અને દ્વેષ કરી, અનંત પાપકર્મ પ્રકૃતિઓનો બંધ બાંધી, અધોગતિ પામે છે. સાધક અહીં ઉત્તમ નમ્રતા, સરળતા, સંતોષાદિ સદ્દગુણોને પ્રાપ્ત કરી, પારમાર્થિક ઉન્નતિ કરવાનો દઢ સંકલ્પ કરે છે. ૧૪. સગુણો ગ્રહણ કરો --
અવગુન ઉર ધરીએ નહીં, જો હુવે વિરખ બબૂલ; ગુન લીજે કાલુ કહે, નહીં છાયામેં સૂલ. ૧૪.
આ દોહરો કોઈ “કાલ” નામના સંતની રચનામાંથી લીધો હોય તેમ લાગે છે. જેમ બાવળના વૃક્ષ ઉપર મોટા મોટા કાંટા હોવા છતાં તે વૃક્ષ અને શૂલની છાયામાં તો કોઈ પ્રકારના કાંટા નથી, પણ તેમાં ઠંડક આપવાનો જ ગુણ છે; એટલે કે આવા શૂલરૂપી દૂષણથી ભરેલા વૃક્ષમાં પણ પથિકને છાંયો આપવાનો સગુણ જોવામાં આવે છે. તેમ સંસારી જીવો કે જે અજ્ઞાન અને અનંત દોષોથી ભરેલાં હોવા છતાં, તેમનામાં અમુક સગુણો તો અવશ્ય હોય છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org