________________
બૃહદ્ – આલોચનાદિ uથે સંવાદ
૧૩૩ પણ નથી. લાંબા સમય સુધી લોકો તેને યાદ કરી કરીને ધિક્કારે છે. આમ પુણ્યના ઉદય વખતે જીવને ફૂલોના હાર લોકો પહેરાવે છે, અને પાપના ઉદય વખતે જૂતાના હાર પહેરાવે છે. સાધક જાણે છે કે પૂર્વે અજ્ઞાનદશામાં બાંધેલું પુણ્ય પણ પાપાનુબંધી પુણ્ય હોય છે. અને તેનો ઉદય કાળે નવું પાપકર્મ બંધાઈ ન જાય તેની યત્નાપૂર્વકની જાગૃતિ રાખે છે. ૯. પુણ્ય ક્ષીણ થતાં પાપનો ઉદય --
પુણ્ય ખીન જબ હોતે હૈ, ઉદય હોત હૈ પાપ; દાજે વનકી લારી, પ્રજલે આપોઆપ. ૯.
અહીં કવિ પુષ્ય અને પાપના ઉદયને રૂપકથી સમજાવે છે, કે હે જીવ! તું યાદ રાખજે કે પુણ્યનો ઉદય અહીં કાયમ માટે રહેતો નથી. પુણ્યકર્મની ગમે તેટલી લાંબી અવધિ હોય તો પણ છેવટે તેનો અંત તો નિશ્ચિત છે. તે અવધિ પૂર્ણ થતાં જ પાપકર્મ પોતાનો પ્રભાવ બતાવવાનું ચાલુ કરી દે છે. જેમ જંગલમાં કોઈ આગ લગાડવા જતું નથી પણ ગ્રીષ્મ ઋતુમાં અતિશય પવનને કારણે વૃક્ષોના થડ અને ડાળીઓ ખૂબ ઘર્ષણ પામે છે. અને ઘણી ગરમીને કારણે તેમાં આપોઆપ આગ લાગતાં વૃક્ષો ભસ્મિભૂત થઈ જાય છે. તેમ પાપકર્મના ઉદય વખતે બધી જ બાજુઓથી માઠા પ્રસંગો આપોઆપ જ ઊભા થાય છે. જેના નિમિત્તે જીવ અતિ દુઃખ અનુભવે છે. આવી જ કર્મની વિચિત્રતા છે. આમ પુણ્ય કે પાપકર્મના ઉદય વખતે હરખ કે શોક ન કરતાં, તત્ત્વને યયાર્થ સમજી, તેને સમતાભાવથી જ વેદવા તે સાધકનું કર્તવ્ય થઈ જાય છે.
Jan Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org