________________
બૃહદ્ – આલોચનાદિ uધ સંગ્રહ
૧૩૧
કેવું ભયંકર આવે છે તેનું ભાન હોતું નથી. આ ઈન્દ્રિયોના ભોગવિલાસ પાછળ દુઃખરૂપી જળથી પુરો ભરેલો ભવસાગર ગરજી રહ્યો છે, તેની તરફ તેનું ધ્યાન જ જતું નથી. ખરેખર આ સંસારનું સ્વરૂપ જ એવું છે કે ક્ષણિક સુખ ભોગવવાના બદલામાં જીવ ભવસાગરના અતિ દુઃખદાયક પાણીમાં ડુબવા તૈયાર હોય છે. સાધક આમ સંસારમાં કંસાર મળશે તેવી હવે આશા રાખતો નથી. તેથી વિષયોમાં લાલચ ન કરવાનો દઢ સંકલ્પ કરે છે. ૭. વૈષયિક સુખ તે સુખ નથી:--
ચઢ ઉનંગ જહાંએ પતન, શિખર નહીં વો કૂપ; જિસ સુખ અંદર દુખ વસે, સો સુખ ભી દુ:ખરૂપ. ૭.
અજ્ઞાની જીવ જ્યારે પૂર્વે ઉપાર્જિત કરેલાં પાપાનુબંધી પુણ્યકર્મના ઉદયથી ખૂબ ધન, કીર્તિ, અધિકાર આદિ સંપત્તિ પ્રાપ્ત કરે છે અને કામ ભોગ વિલાસમાં મસ્ત રહે છે, ત્યારે પોતે સમૃદ્ધિનાં ઘણાં ઊંચા શિખર ઉપર ચઢ્યો છે તેવી કલ્પના કરે છે, અને અજ્ઞાનવશ કર્તુત્વપણાની બુદ્ધિથી મિથ્યા અભિમાન, માયાચાર, પરિગ્રહ આદિ તીવ્ર કષાયો કરી ખૂબ પાપકર્મનો અનુબંધ કરે છે. આમ આવી સંપદા પ્રાપ્ત કરતી વખતે અને તેને ભોગવતી વખતે તે રાગ અને દ્વેષના ભાવ કરી, અનંત કર્મો ઉપાર્જિત કરે છે. આ વિકારી ભાવોથી જીવનું પતન થાય છે અને હલકી ગતિ પ્રાપ્ત કરી અતિ દુઃખને પામે છે. કહેવાય છે કે “રાજેશ્વરી તે નરકેશ્વરી” એટલે આવી કહેવાતી સમૃદ્ધિથી ચઢેલો જીવ ખરેખર સમૃદ્ધિની શિખર ઉપર ચઢયો ન કહેવાય, પણ વાસ્તવમાં તો તે દુઃખરૂપી કૂવામાં જ એટલે કે ખાઈમાં જ પડયો કહેવાય. કારણ કે આવા સમૃદ્ધિના મનાતા સુખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org