________________
૧૩૨
બૃહદ્ – આલોચનાદિ પદે સંવાદ
પાછળ અનંત દુઃખ રહેલું છે, એટલે કે આવું ઈન્દ્રિય જનિત સુખ પણ પરિણામે દુઃખરૂપ જ હોય છે, જે ઘણાં લાંબો કાળ સુધી જીવને ભોગવવું પડે છે. સાધક અહીં વિચાર કરે છે કે બિંદુસમાન આ વૈષયિક સુખની પાછળ દુ:ખનો મોટો સમુદ્ર હિલોળા મારી રહ્યો છે તે સુખાભાસને સુખ કેમ મનાય? આવી સુવિચારણાથી સાધકમાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્યની વૃદ્ધિ થવા પામે છે. ૮. પુણ્ય કર્મના ચમત્કાર --
જબ લગ જિનકે પુણ્યા, પહોંચે નહીં કાર; તબ લગ ઉનકો માફ હૈ, અવગુન કરે હજાર. ૮.
જીવને જ્યાં સુધી પુણ્ય કર્મનો ઉદય ચાલતો હોય છે ત્યાં સુધી તે ગમે તેટલા અવગુણોથી ભરેલાં કૃત્યો કરે, એટલે કે પાપ ક્રિયાનું સેવન કરે-એક નહીં પણ હજારો પાપોનું સેવન કરે તો પણ તેના તે બધા જ દોષો ક્ષમ્ય ગણાઈ રહ્યા હોય તેવું દેખાય છે. તેને તત્કાલ તે દોષોની સજા પણ મળતી નથી. તેને એમ જ લાગે છે કે, મારાથી કોઈ દોષ થઈ જ રહ્યા નથી પણ તે વખતે તેનાં પૂર્વે કરેલાં પુણ્યકર્મનો જ પ્રભાવ ચાલી રહ્યો છે, અને પાપનો જે બંધ થઈ રહ્યો છે તે કંઇક લાંબી સ્થિતિનો બંધાઈ રહ્યો હોય છે, જેથી તેનો બધો વૈભવ તે વખતે ઠાઠ-માઠરૂપે ચાલ્યા કરે છે. પણ આ બધું કરતાં કેટલો બધો પાપનો અનુબંધ કરી નાંખ્યો હોય છે તે તેને ભાન રહેતું નથી. હવે જ્યારે તે પુણ્યકર્મના ઉદયની મુદત પૂરી થાય છે અને પાપકર્મોનો ઉદય શરૂ થાય છે ત્યારે આ બધું જ અવળું પડે છે. રાઈ જેટલા અવગુણો પણ લોકોને પર્વત જેવા મોટા દેખાય છે. અને જીવ બધેથી અપકીર્તિ પામે છે. કોઈ દોષોને માફ કરતું નથી અને ભૂલતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org