________________
૧૦૬
બૃહદ્ – આલોચનાદિ ધ સંગ્રહ
પરઘાતક અને સ્વાર્થસાધક હિંસક વૃત્તિઓ જન્માવે છે. તેથી પાપ કર્મોનો ઘણો બંધ પડે છે. પરિણામે તે સ્વ-ઘાતક જ બને છે. આ પ્રકારના ધ્યાનથી પ્રાયઃ જીવને નરક ગતિ પ્રાપ્ત થાય છે. એટલે જ આ ધ્યાનને એકાંતે ત્યાજ્ય ગયું છે.
ત્રીજા પ્રકારના ધ્યાનને ધર્મધ્યાન કહે છે. સાધક માટે આ ધ્યાન ઉપાદેય છે. ધર્મધ્યાન એટલે ધર્મમાં ચિત્તની લીનતા થવી તે. આ ધ્યાનથી જીવને શુભ અથવા શુદ્ધ પરિણામો થાય છે. પ.કૃ.દેવે ધર્મધ્યાન ઉપર મોક્ષમાળામાં ત્રણ શિક્ષા પાઠ નં. ૭૪, ૭૫ અને ૭૬ લખ્યા છે તે અત્રે સાધકને વાંચવા વિનંતી છે. તેમાં તેઓશ્રી લખે છે કે “શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથ પ્રવચનનું તત્ત્વ પામવા માટે, સત્ પુરુષોએ સેવવા યોગ્ય, વિચારવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સોળ ભેદ છે.” (વ. પૃ. ૧૧૨) આ બધા ભેદ તે વ્યવહાર ધર્મધ્યાન છે. કારણ કે તે સર્વ સવિકલ્પ દશામાં હોય છે, જ્યારે નિશ્ચય ધર્મધ્યાન તો નિર્વિકલ્પ દશામાં એટલે કે આત્માના અનુભવ વખતે હોય છે, જે અલ્પ સમયનું હોય છે. જેની માત્રા ગુણસ્થાન અનુસાર ક્રમથી ધીમે ધીમે વધતી જાય છે અને અંતે તે શુકલધ્યાન તરફ લઈ જાય છે કે જે સાધકનું અંતિમ ધ્યેય હોય છે.
ચોથા પ્રકારનાં ધ્યાનને શુક્લધ્યાન કહે છે. આ ધ્યાન જીવના શુદ્ધ પરિણામોથી જ થાય છે. આ ધ્યાનમાં ચૈતન્ય આનંદના અનુભવમાં લીનતાની ધારા વહે છે. અહી શુકલને સફેદ રંગ સાથે કોઈ સંબંધ નથી. પરંતુ રાગ-દ્વેષની મલિનતાના રહિતપણાઉજ્જવલતા અને પવિત્રતા સાથે સંબંધ છે. ધ્યાતા જ્યારે ધ્યાન અને ધ્યેયનાં વિકલ્પ રહિત શુદ્ધ આત્મતત્ત્વમાં વિશેષ ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાનને શુકલધ્યાન કહે છે. શુકલ ધ્યાનના પણ ચાર પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org