________________
બૃહદ્ – આલોચનાદિ ધ સંવાદ
૧૨૭
૩. જ્ઞાની અને અજ્ઞાનીનો હિંસા પ્રત્યેનો ભાવ --
જીવ હિંસા રતાં થi, લાગે મિષ્ટ અજ્ઞાન; જ્ઞાની ઈમ જાને સહી, વિષ મિલિયો પક્વાન. ૩.
પોતાના અથવા અન્ય જીવોના દ્રવ્યપ્રાણ કોઈ પણ પ્રકારે હણવા તેને પરહિંસા કહેવાય છે અને પોતાના રાગાદિ ભાવો થવા તેને સ્વહિંસા કહેવાય છે. ખરેખર તો પરહિંસા પણ અપેક્ષાએ તો સ્વહિંસા જ છે. કારણ કે રાગાદિ ભાવો થયા વગર પરહિંસા થઈ શકતી નથી.
હિંસાના ચાર પ્રકાર છે (૧) “સંકલ્પી” એટલે પ્રમાદને કારણે થતી હિંસા અર્થાત જાણી જોઈને કોઈનાં પ્રાણ હણવા તે, (૨) “ઉદ્યોગી' એટલે ધન કમાવવા અર્થે વેપાર ધંધામાં થતી હિંસા, (૩) વિરોધી' એટલે પોતાની જાતની, પોતાના આશ્રિતોની અથવા દેશની રક્ષા માટે યુદ્ધ આદિ કરવું પડે ત્યારે થતી હિંસા અને (૪) “આરંભી એટલે ઘરમાં રસોઈ કરતાં કે સફાઈ કામ વગેરે કરતાં થતી હિંસા. ગૃહસ્થ જીવનમાં સંકલ્પી હિંસા સિવાયની ત્રણ હિંસા – અપેક્ષાએ ક્ષમ્ય છે. જ્યારે સંકલ્પી હિંસા અક્ષમ્ય છે. અજ્ઞાની જીવ મોહનીય કર્મના ઉદયને વશ થઈ સુખી થવાની આશામાં, સુખ ભોગવતી વખતે, સુખની સુરક્ષા અને સુખભોગના બાધક કારણો પ્રતિ કાષાયિક પરિણામ કરી જીવ હિંસા આદિના ભાવ કરી પાપ કરે છે, અને અજ્ઞાનના કારણે આ પાપમાં તે મિઠાશ અનુભવે છે. આ સંકલ્પી હિંસા છે. જે ઉદયમાં આવતાં, તેને ખૂબ દુ:ખ સહન કરવું પડે છે. જ્યારે જ્ઞાનીને કોઈપણ ઉદયના પ્રસંગમાં અંતરથી હિંસાના ભાવ થતા નથી. તે તત્ત્વથી જાણે છે કે જેમ ઝેર મિશ્રિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org